September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સેલવાસ આમલી રોડ એસ.બી.આઈ.ના એ.ટી.એમ.માં ચાલકે કાર ઘુસાડી દીધી


એક સાયકલ અને મોપેડ સવારને ટક્કર મારતા એકને ઇજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સેલવાસના આમલી રોડ પર આવેલ સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા(એસ.બી.આઈ.) બ્રાન્‍ચમાં ચલણ ભરવા આવેલ એક વ્‍યક્‍તિ બહાર નીકળ્‍યા બાદ તેણે પોતાની કારને રિવર્સ લેવાને બદલે સીધી આગળ ચલાવી દેતાં એક સાયકલ સવાર અને મોપેડ સવારને ટક્કર મારી દીધી હતી બાદમાં બેંકના એ.ટી.એમ.માં ઘુસાડી દેવાની ઘટના બની હતી.
પ્રાપ્ત વિગત અનુસાર રામકરણ વર્મા નામના વ્‍યક્‍તિ જેઓ સેલવાસના આમલી રોડ ખાતેઆવેલી સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાની બ્રાન્‍ચમાં ચલણ ભરવા આવ્‍યા હતા. ત્‍યારબાદ તેઓ એમની કાર નંબર જીજે-15 સીએન-3887માં સ્‍ટાર્ટ કર્યા બાદ કારને રિવર્સ ગિયરમાં નાખવાને બદલે સીધી જ આગળ ચલાવી દીધી હતી. જેના કારણે એક મોપેડ સવાર અને સાયકલ સવારને જોરદાર ટક્કર લાગી હતી. ત્‍યારબાદ કારને અહીંના એસ.બી.આઈ.ના એ.ટી.એમ.માં ઘુસાડી દીધી હતી. આ ઘટનાને કારણે આજુબાજુથી લોકનું ટોળુ ભેગું થઈ ગયું હતું. આ ઘટનામાં એક વ્‍યક્‍તિને ગંભીર ઇજા પહોંચતા તેમને ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સમાં સારવાર અર્થે સેલવાસની શ્રી વિનેબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.
આ ઘટનાની જાણ પીપરીયા આઉટ પોસ્‍ટને થતાં પોલીસની ટીમ દોડી આવી હતી અને અકસ્‍માત સર્જનાર કારચાલકની પૂછપરછ કરી હતી. આગળની વધુ તપાસ દાનહ પોલીસે કરી રહી છે.

Related posts

વલસાડમાં પ્રાચી ટાવરમાં ઈસમ વોચમેન સુતો રહ્યો અને બે કારની ટેપ સિસ્‍ટમ ચોરી કરી ફરાર

vartmanpravah

વાપીમાં છેલ બટાઉ આધેડએ મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

અદાણી ગેસ કંપની ડીલરશીપ માટે બોગસ વેબસાઈટ ઉપર વાપીના ઉદ્યોગપતિ સાથે 94.20 લાખનો સાઈબર ફ્રોડ કરનાર ટોળકીનો 4થો આરોપી ઝડપાયો

vartmanpravah

વલસાડના સ્‍પોર્ટ્‍સ કોપ્‍લેક્ષ ખાતે ભૂલકા મેળો યોજાયો

vartmanpravah

કપરાડામાં મિલેટ ફેસ્‍ટીવલ દિવસની ઉજવણી, ખેડૂતોને વધુમાં વધુ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો

vartmanpravah

દમણ જિ.પં.ની વિવિધ સમિતિઓનું ગઠન સંપન્નઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ટીમવર્ક ઉપર મહોર

vartmanpravah

Leave a Comment