January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી સિટી સરવે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડમાં મહિનાઓ સુધી ફેરફાર નોંધ પાડવામાં નહી આવતા અરજદારોને ધક્‍કા ખાવાની નોબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.21
કચેરીના અણધડ વહીવટથી વાજ આવી જતા સર્વેયર ભીનલબેન વિરૂધ્‍ધ પીએમઓ સહિત ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.
તાલુકા સેવા સદનમાં કાર્યરત સીટી સર્વેની કચેરીનો વહીવટ છેલ્લા કેટલાક સમયથી લકવાગ્રસ્‍ત બનવા પામ્‍યો છે. સામાન્‍ય પણે અરજદાર દ્વારામિલકતનો દસ્‍તાવેજ સહિતના કાગળો સાથેની અરજી આપતા સંબંધિત પ્રોપર્ટી કાર્ડમાં કાચી નોંધ પાડવામાં આવતી હોય છે. જેના 35 દિવસના સમયગાળામાં પાકી ફેરફાર નોંધ કરવામાં આવતી હોય છે.પરંતુ કચેરીનો વહીવટ ખાડે જતાં મહિનાઓ સુધી લોકોના કામો થતાં નથી.
સુરખાઈ ગામની મિલકતના પાર્ટનરશીપ ડીડ રજૂ નહી થયેલ હોવાનું કારણ દર્શાવતા અરજદાર દ્વારા પાર્ટનર શીપ ડીડ સાથે દસ્‍તાવેજ અરજી રજુ કર્યાને પણ ત્રણેક માસ વિતવા છતાં ફેરફાર નોંધ નહી પાડવામાં આવતા અરજદારોને વીજ જોડાણ પણ ન મળતા આર્થિક નુકશાની વેચવાની સ્‍થિતિ આવી છે.
સમરોલીમાં રહેણાંક મકાનના પ્‍લોટમાં વિભાગ માપણીનું કારણ આગળ ધરી અરજી પરત કરાઈ હતી.તો આ વિભાગ માપણી માટે અરજદારે દસેક મહિના જેટલો લાંબો સમય ધક્કા ખાધા બાદ થઈ હતી. તો ખરેખર વિભાગ માપણીની જવાબદારી કોની ? વિભાગ માપણી બાદ પણ હકપત્રકમાં ફેરફાર નોંધ પાડવામાં આવી નથી આમ એક વર્ષથી કામ ટલ્લે ચઢતા અરજદાર મકાનનું બાંધકામ શરૂ ન કરી શકતા એક વર્ષમાં માલ સામાનના ભાવો વધતા માનસિક ત્રાસ સાથે આર્થિક નુકસાન પણ વેઠવાની નોબત આવી છે.
આ ઉપરાંત પૈકી વાળી મિલકતમાં કોઈ કિસ્‍સામાં ફેરફાર નોંધ પાડવામાં આવતી હોવાનું અને બીજામાંનનૈયો ભણી દેવામાં આવે છે.અને પૈકી વાળો પ્રશ્ન માત્ર નવસારી જિલ્લા પૂરતો જ હોવાનું જાણવા મળ્‍યું હતું.
આમ તો દસ્‍તાવેજ ઈન્‍ડેક્ષ નંબરના આધારે જ ફેરફાર નોંધ પાડવાની થતી હોય છે. તેમ છતાં યેનકેન કારણોસર અરજદારોના સમયસર કામો થતાં નથી અને ધક્કા ખાવા પડે છે. ત્‍યારે આ પ્રકારનો વહીવટ ગાંધીછાપ લ્‍હાયમાં કરવામાં આવે છે કે કેમ ? તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે. જાગળત નાગરિક દ્વારા સીટી સર્વેયર ભીનલબેન સહિતના વિરુદ્ધ પીએમઓ સહિત ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.
સમરોલીના અરજદાર જીગ્નેશભાઈ રવાણીના જણાવ્‍યાનુસાર સમરોલીમાં રહેણાંકના પ્‍લોટનો દસ્‍તાવેજ ડિસેમ્‍બર 2020 માં કર્યાને એક વર્ષ જેટલો સમય વિતવા છતાં સિટી સર્વેની કચેરીમાં એન્‍ટ્રી પાડવામાં આવી નથી સુરખાઈની મિલકતમાં પાર્ટનરશિપ ડીડ રજૂ કર્યાને ત્રણ માસ જેટલો સમય બાદ પણ ધક્કા ખાઈ રહ્યા છે.

ચીખલી સીટી સર્વેયર ભીનલબેનના જણાવ્‍યાનુસાર સમરોલીમાં વિભાગ માપણી કરવાની હોય અરજી પરત કરેલ હતી. વિભાગ માપણી બાદની સમય મર્યાદા પૂર્ણ થતાં નોંધણી કામગીરી થશે. જ્‍યારે સુરખાઈમાં પાર્ટનર શિપ ડીડ રજૂ કરાઇ ન હતી.

Related posts

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

vartmanpravah

આગામી 6ઠ્ઠી નવેમ્‍બરે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જંગી જાહેરસભા યોજાશે

vartmanpravah

ઉમરગામ બાળકી દુષ્‍કર્મ ઘટના અંગે અફવાથી દૂર રહેવાની પોલીસની અપીલ

vartmanpravah

દમણના 24 ગામો અને ન.પા.ના 15 વોર્ડમાં પૂજીત અક્ષત પહોંચાડવાની આર.એસ.એસ. અને વી.એચ.પી.એ શરૂ કરેલી કામગીરી

vartmanpravah

વાપીમાં પોલીસ પ્રશાસન એક્‍શન મોડમાં : આગ મામલે 15 ભંગારીયા વિરૂધ્‍ધ ફોજદારી ગુના નોંધાયા

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ્‍સ ગાઈડ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ટીમ ટ્રેનિંગ કેમ્‍પ માટે દાહોદ જવા રવાના: દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે પાઠવેલી શુભેચ્‍છાઓ

vartmanpravah

Leave a Comment