(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભાંભા ગામના વતની અને આદિવાસી વિસ્તારમાં આદિવાસી વાજિંત્ર તૂર વાદક તરીકે ઓળખાતા રણજીતભાઈ પટેલ વલસાડ એસ.ટી. બસમાં કંડકટર તરીકે 28 વર્ષ દીર્ઘકાલીન સેવા આપ્યા પછી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય મોટી સખ્યામાં સૌ સ્નેહીજનો, શુભેચ્છકો મિત્રો અને સગા સંબધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ચુનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો અતિથિ વિશેષ તરીકે ભૈરવી ગામના માજી સરપંચ દિનેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ખેરગામ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે નાધાઈ યોજાયેલ નિવળતિ કાર્યક્રમમાં ત્રિવેણી કાર્યક્રમ વણી લેવાયો હતો. જેમાં સત્યનારાયણ પૂજા… નિવૃતિ સન્માન કાર્યક્રમ અને લોકવાદ્ય તૂર સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં લગભગ 20 જેટલી તૂર વાદકોની જોડ હતી અને સૌ માટે આકર્ષણનું કેદ્ર બન્યું હતું અને રમઝટ જમાવી હતી. કાન્તિભાઈ, હસમુખભાઈ, મગનભાઈ, વગેરે પીઢ અને જૂના તૂરવાદકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો.
નિવૃત્ત થતા રણજીતભાઈએ મામા ડાહ્યાભાઈ, સ્નેહીજનો,શુભેચ્છકો, મિત્રો, સગા સંબધીઓ મોટી સખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશ પટેલે કર્યુ હતું.