July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

પારડીના પંચલાઇ ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા વલસાડ તાલુકાના પંચલાઇ ખાતે રાષ્ટ્રીય રસીરકરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત આરોગ્‍ય ક્ષેત્રે રસીકરણ સહિતની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આરોગ્‍ય વિભાગ દ્વારા આરોગ્‍યકર્મીઓ અને આશાવર્કરોને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા.
આ અવસરે તાલુકા હેલ્‍થ ઓફિસર કમલભાઈ ચૌધરીએ આરોગ્‍ય વિભાગની ઉપલબ્‍ધિઓ વર્ણવતાં જણાવ્‍યું હતું કે, કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા રસીકરણ અભિયાનમાં પંચલાઈ ગામમાં સૌ પ્રથમ 100 ટકા રસીકરણ થયું હતું. રસીકરણનું મહત્ત્વ સમજી પાત્રતા ધરાવતા લોકોએ કોવિડ-19 રસી લેવાને કારણે કોરોનાની ત્રીજી લહેરમાં ઓછી તકલીફ પડી હતી. હવે પછી કોઈ પણ વ્‍યક્‍તિ રસી લેવા વગર રહી ન જાય તેનીકાળજી રાખવા જણાવ્‍યું હતું. પોલિયો રસીકરણ કરવાથી પોલિયોમુક્‍ત બની શકયા છે, તેમ કોવિડ-19 રસીકરણથી કોરોનામુકત થઇ શકીશું, તેવી આશા તેમણે વ્‍યક્‍ત કરી હતી.
જિલ્લા આઈ.ઇ.સી. ઓફિસર પંકજભાઇ પટેલે રસીકરણ અભિયાન અંગે વિસ્‍તૃત સમજણ આપી સૌને રસી લેવા અનુરોધ કર્યો હતો. પોલીયો રસીકરણ તેમજ કોરોના કાળમાં સારી કામગીરી કરનારા આરોગ્‍યકર્મીઓને પ્રોત્‍સાહિત કરી અભિનંદન પાઠવ્‍યા હતા.
આ અવસરે સરપંચ ગીતાબેન, ગોરગામ મેડિકલ ઓફિસર કેયુરી પટેલ, તાલુકા સુપરવાઈઝર શૈલેષભાઇ સી. પટેલ, ગોરગામ સુપરવાઈઝર શૈલેષભાઇ ઝેડ. પટેલ, ફિમેલ હેલ્‍થ વર્કર શીલાબેન, સુપરવાઇઝર પદમાબેન, કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર હિરલબેન, મેઇલ હેલ્‍થ વર્કર રાકેશભાઈ, ગોરગામ તલાટી, આંગણવાડી વર્કરો, ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા યુ.ટી. સ્‍તરીય ચિત્રકલા હરીફાઈ-2022નું આયોજન કરાશે

vartmanpravah

દમણમાં સાદગી સાથે પરંપરાગત રીતે માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબે ઉજવેલો નારિયેળી પૂર્ણિમાનો ઉત્‍સવ

vartmanpravah

ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ પ્રસંગે આયોજિત વિશેષ ગ્રામસભામાં દમણવાડા ગ્રા.પં.એ ગરીબી નિવારણ માટે શિક્ષણને અમોઘ શષા બનાવવા લીધેલો સંકલ્‍પ

vartmanpravah

કોરોનાની ત્રીજી લહેર પૂર્વે મહારાષ્ટ્ર ભિલાડ સહિત ચાર બોર્ડર ઉપર આરોગ્ય વિભાગનું ચેકીંગ અભિયાન

vartmanpravah

આઈએફએસસીએ ના ભવનનો શિલાન્‍યાસ અને દેશના પ્રથમ ઈન્‍ડિયા ઈન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ તથા એનએસઈ, આઈએફએસસી, એસજીએક્‍સ કનેક્‍ટનો શુભારંભ

vartmanpravah

વાપીમાં વાહન ચોરી કરતી આંતરરાજ્‍ય ગેંગના ત્રણ ઝડપાયા : 8 ગુનાના ભેદ ઉકેલાયા

vartmanpravah

Leave a Comment