(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની નવસારી જિલ્લાના સંયોજક સુજલભાઈ માલવિયા સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં ચીખલી નગરની નૂતન કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં વંકાલના પૂર્વ સરપંચ દંપતી અને ભાજપ અગ્રણી દીપકભાઈ તથા વાસંતીબેનના પુત્ર હર્મિત પટેલની ચીખલી નગરના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી સાથે સહમંત્રી અને નૂતન કારોબારીમાં દર્શનભાઈ, ધ્રુવ કાયસ્થ, આર્યન ગુપ્તા, યસ રાઠોડ, જેનીલ પટેલ સહિતની વરણી કરવામાં આવતા વિદ્યાર્થી વર્તુળમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
વાંકલ ગામના વજીફા ફળીયાના હર્મિત પટેલની એબીવીપીમાં મંત્રી તરીકે નિયુક્તિ થતા પરિવારજનો ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ, નવસારી જિલ્લા કિસાન મોરચા આઇટીસેલના ઈન્ચાર્જ દિપકભાઈ સોલંકી, તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ધર્મેશભાઈ પટેલ સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.