January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સાયલી એસ.એસ.આર. કોલેજના આચાર્ય ડો. રાજીવને ગુજરાત ભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા

એસ.એસ.આર. મેમોરિયલ ટ્રસ્‍ટના ચેરમેન અભિનવ ડેલકરે ગુજરાત ભૂષણ પુરસ્‍કાર પ્રાપ્ત કરવા બદલ કોલેજના પ્રિન્‍સિપાલ ડો. રાજીવ સિંહને શુભકામના આપી સતત ક્રિયાશીલ રહેવા માટે પ્રોત્‍સાહિત કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્‍ય સ્‍તરીય ભૂષણ પુરસ્‍કારથી વિવિધ ક્ષેત્રમાં દેશના વિકાસમાં કાર્યરત વિશિષ્ટ વ્‍યક્‍તિઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. રાજ્‍ય સ્‍તરીય આ પુરસ્‍કારનો ઉદ્દેશસફળતાનો સ્‍વીકાર કરવો, યોગદાનને ઓળખવું, પ્રયાસોની સરાહના કરવી અને વિવિધ ક્ષેત્રથી યોગદાન આપનારાઓને પ્રોત્‍સાહિત કરવાનો છે.
અમદાવાદમાં આયોજીત રાજસ્‍થાન અને ગુજરાતના રાજ્‍ય ભૂષણ પુરસ્‍કાર સમારોહમાં પદ્મશ્રી ડો. રવિકુમાર નારાના હસ્‍તે વિશિષ્‍ટ વ્‍યક્‍તિઓને પુરસ્‍કારથી નવાજવામાં આવ્‍યા હતા. જેમાં દાદરા નગર હવેલીના સાયલી સ્‍થિત એસ.એસ.આર. કોલેજના આચાર્ય ડો. રાજીવ સિંહને એમના દ્વારા શિક્ષણના ક્ષેત્રમાં કરવામાં આવેલ ઉત્‍કૃષ્ટ શોધકાર્યો, નવોનમેશી અધ્‍યયન શૈલીના નિર્માણ અને ક્રિયાન્‍વયન, આંતરરાષ્ટ્રીય સ્‍તર પર કરવામાં આવેલ પ્રકાશનોના આધારે ઉત્‍કૃષ્ટ કાર્ય કરવા માટે ગુજરાત ભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
એસ.એસ.આર. મેમોરિયલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી અભિનવ ડેલકરે ગુજરાત ભૂષણ પુરસ્‍કાર પ્રાપ્ત કરવા બદલ કોલેજના પ્રિન્‍સિપાલ ડો. રાજીવ સિંહને શુભકામના આપી હતી અને સતત ક્રિયાશીલ રહેવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા.
સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી અજીત દેશપાંડે અને પબ્‍લિક રિલેશન ઓફિસર ડો. પંકજ શર્માએ પણ શોધ અને લેખન કાર્યના માધ્‍યમથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસ હેતુ ક્રિયાશીલ રહેવા માટે ડો. રાજીવ સિંહને શુભકામના પાઠવી હતી.

Related posts

નાની દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિની મળેલી વાર્ષિક સાધારણ સભાઃ પ્રમુખ તરીકે સર્વાનુમતે ઠાકોરભાઈ એમ. પટેલની નિયુક્‍તિ

vartmanpravah

સેલવાસ-દમણના બજારમાં દિવાળીની ખરીદી માટે ઉમટેલી ભીડ

vartmanpravah

દમણ દુનેઠાના માહ્યાવંશી પરિવારને સપ્તશ્રુંગી દર્શન કરી પરત ફરતા ગોઝારો અકસ્‍માત નડયો : ધરમપુર ગનવા ગામે કાર ઝાડ સાથે ભટકાતા દોઢ વર્ષિય માસુમ બાળકીનું સારવારમાં મોત

vartmanpravah

જે.સી.આઈ. નવસારી દ્વારા કસ્‍બાપાર શાળામાં સમર કેમ્‍પનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય કેન્‍સર જાગૃતિ દિવસ નિમિત્તે દાનહમાં રક્‍તદાન શિબિર શિબિર યોજાઈ

vartmanpravah

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલ ધરમપુરમાં કાર્ડિયેક રિહેબિલિટેશન કાર્યક્રમ – હૃદયરોગના દર્દીઓ માટે વરદાનરૂપ

vartmanpravah

Leave a Comment