શનિદેવ અને અભિષેક નામના યુવાનો 3500 કી.મી. અંતર કાપી વલસાડ આવી પહોંચ્યા : હજું 2500 કી.મી. કાપશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. આ યુક્તિ કેરાલાના બે યુવાનોએ ચરિતાર્થ કરી બતાવી છે. કન્યાકુમારી થી કાશ્મિર સુધી યુવાનો માટે ડ્રગ સંદેશ આપવા માટે એક વ્હિલ વાળી સાયકલ લઈને નિકળ્યા છે. બન્ને યુવાનો વલસાડ હાઈવે ઉપર આવી પહોંચ્યા છે.
મૂળ કેરાલાના રહેવાસી શનિદેવ અને અભિષેક નામના બે યુવાનો ડ્રગ સંદેશ સોસાયટીમાં પહોંચાડવા માટે ચાર મહિના પહેલા એકવ્હિલ વાળી સાયકલો લઈને નિકળી પડયા છે. 3500 કીલોમીટરનું અંતર કાઢી વલસાડ આવી પહોંચ્યા છે. હજુ તેઓ કાશ્મિર સુધીનું 2500 કીલોમીટરનું અંતર કાપનાર છે. યુવા પેઢી ડ્રગથી દૂર રહે તેવા સંદેશ સાથે ઉત્સાહ, હામ ભરેલા બે યુવાનોના સાહસને ઠેર ઠેર પ્રશંસા અને સત્કાર મળી રહ્યો છે. તેઓનો આ પ્રવાસ પુરો થશે ત્યારે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળનાર છે.