Vartman Pravah
ગુજરાતવાપી

વાપીના ડુંગરામાં પત્‍ની ઉપર ચારિત્ર્યની શંકા રાખીકસાઈ પતિએ છરા વડે પત્‍નીનું માથું કાપી નાખી કરપીણ હત્‍યા કરી

હત્‍યા કરી પતિ લક્ષ્મીકાંત વિશ્વકર્માએ માથું અવાવરું જગ્‍યાએ નાખી ફરાર થઈ ગયો હતોઃ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
વાપી ડુંગરા વિસ્‍તારમાં હિન્‍દી સ્‍કૂલ આહિરવાડની ચાલીમાં રહેતા પતિ-પત્‍ની વચ્‍ચે બુધવારે મધરાત્રે પત્‍નીના ચારિત્ર્યની બાબતમાં ઝઘડો થયો હતો. ઝઘડામાં કસાઈ પતિએ તિક્ષ્ણ છરાવડે પત્‍નીનું માથું વાઢી નાંખી ધડને રૂમમાં છોડી માથું લઈને નિકળી ગયો હતો. પત્‍નીના માથાને અવવારુ જગ્‍યાએ નાખીને હત્‍યારો પતિ ફરાર થઈ ગયો હતો. વાપી ટાઉન અને ડુંગરા પોલીસે આજે ગુરુવારે ગણરીના કલાકોમાં હત્‍યાનો ભેદ ઉકેલી હત્‍યારા પતિની ધરપકડ કરી જેલ ભેગો કયો હતો. કોઈને પણ આઘાત આપે તેવી ઘટેલી હત્‍યાની ઘટનાને લઈ સમગ્ર વિસ્‍તારમાં અરેરાટી, ઘૃણા સાથે ચકચાર મચી જવા પામી હતી. સનસનાટી ભરેલ હત્‍યાની પ્રાપ્ત વિગતો મુજબ વાપી ડુંગરા હિન્‍દી સ્‍કૂલ સામે આહિરવાડમાં આવેલ ચન્‍દ્રકેસ યાદવની ચાલીમાં મૂળ યુપી પ્રતાપગઢ જિલ્લાના પત્‍ની સાધનાદેવી અને પતિ લક્ષ્મીકાંત ઉર્ફે ભોલા મુચકંદલાલ વિશ્વકર્મા બે મહિનાથી અહી રહેતા હતા. બુધવારે રાત્રે જમ્‍યા બાદ પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડો થયો હતો. પતિ લક્ષ્મીકાંતની પત્‍નીના ચારિત્ર્યઅંગે વહેમ રાખી ગુસ્‍સે થઈ ગયો હતો. અંતે અતિ ગુસ્‍સામાં પતિ લક્ષ્મીકાંતને ધારદાર તીક્ષ્ણ છરો લઈને પત્‍ની સાધનાનું માથુ વાઢી નાંખ્‍યું હતું.
લોહી નિકળતી હાલતમાં માથુ પકડીને લક્ષ્મીકાંત મધરાતે ઘરની બહાર નિકળી ગયો હતો. ડુંગરા ફળીયા મેઈન રોડ મચ્‍છી માર્કેટ નાળા પાસે પત્‍નીનું માથું ફેંકી લક્ષ્મીકાંત ફરાર થઈ ગયો હતો. ગુરુવારે સવારે ડુંગરા પોલીસને જાણ થઈ કે નાળા પાસે અજાણીસ્ત્રીનું કપાયેલું માથું પડયું છે.
પી.આઈ.ડી.એમ.ઢોલ, ટાઉન પી.આઈ. બી.જે. સરવૈયા, એલ.સી.બી. પી.આઈ.ગોસ્‍વામી અને પોલીસ ટીમે ચારેબાજુ દોડાદોડી કરી હત્‍યાર પતિ લક્ષ્મીકાંતને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. આરોપીએ પોલીસ સમક્ષ ગુનો કબુલતા ગણતરીના કલાકોમાં પોલીસે ઘાતકી કરપીણ હત્‍યાનો ભેદ ઉકેલી લીધો હતો.

Related posts

વલસાડમાં તિથલ ખાતે ડાયાબીટીસ મુક્‍ત ગુજરાત યોગ શિબિરનો પ્રારંભ થયો

vartmanpravah

પારડીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

મારી માટી-મારો દેશ અભિયાનઃ વલસાડમાં નવી પહેલ, ધરાસણાના સખી મંડળને દીવા અને કળશ થકી આજીવિકા મળી

vartmanpravah

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાંના અધ્‍યક્ષસ્‍થાને શાળા પ્રવેશોત્‍સવ બેઠક મળી

vartmanpravah

ઉમરગામ નવી જીઆઈડીસીમાં નજીવી બાબતે થયેલી હત્‍યા અને એક ગંભીર

vartmanpravah

વલસાડની અતુલ ગ્રામ પંચાયતમાં ભૂલકા મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment