(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.05: સમગ્ર ભારતમાં હાલમાં બિનચેપી એટલે કેપ્રેસર અને સુગર જેવી બીમારીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આ પ્રેસર અને સુગર જેવા રોગો આપણને શરીરમાં વધી ગયા બાદ ખબર પડતી હોય જેને ધ્યાનમાં લઈ શરૂઆતના તબક્કામાં જ આવા બિનચેપી કહેવાતા સુગર અને પ્રેસરના રોગોની સારવાર કરી દવા ગોળી ચાલુ કરી આવા રોગોને શરૂઆતમાં જ નિવારી શકાતો હોય સરકારના આદેશથી તમામ સરકારી કર્મચારીઓની તપાસ કરી આવા પ્રેસર અને સુગર જેવા બિન ચેપી ગણાતા રોગોને નાબૂદ કરવામાં આવશે.
જે અંતર્ગત આજે પારડી હેલ્થ કચેરી ઓરવાડ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર રાઠોડ તથા જિલ્લા આરોગ્ય અધિકારી કિરણ પટેલના અધ્યક્ષતમાં તેમના માર્ગદર્શન તથા સુચના અનુસાર પારડી નગરપાલિકાના તમામ કર્મચારીઓનું આવા બિનચેપી એટલે કે પ્રેસર અને સુગરની તપાસ કરવામાં આવી હતી.
આજના આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી કિરણ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ઓરવાડના પ્રકાશ રાઠોડ, ડૉ.શ્રેયસ રાઠોડ, સી.એચ.ઓ. મયુરકાંત પંડ્યા, કિશન પટેલ, આર્મી પટેલ, રાજેશ્વરી પટેલ, જાગૃતિ પટેલ, પ્રતીક્ષા પટેલ તથા ડોક્ટર તથા મેડિકલ ઓફિસ વિગેરેનો હેલ્થ કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહી સેવા બજાવી હતી.