October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ભાંભા ગામના કંડકટર અને તૂરવાદક રણજીતભાઈ પટેલનો ભવ્ય નિવૃતિ સન્માન સમારંભ અને લોકવાદ્ય તૂર સ્પર્ધાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભાંભા ગામના વતની અને આદિવાસી વિસ્‍તારમાં આદિવાસી વાજિંત્ર તૂર વાદક તરીકે ઓળખાતા રણજીતભાઈ પટેલ વલસાડ એસ.ટી. બસમાં કંડકટર તરીકે 28 વર્ષ દીર્ઘકાલીન સેવા આપ્‍યા પછી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય મોટી સખ્‍યામાં સૌ સ્‍નેહીજનો, શુભેચ્‍છકો મિત્રો અને સગા સંબધીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે ચુનીભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. તો અતિથિ વિશેષ તરીકે ભૈરવી ગામના માજી સરપંચ દિનેશભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.
ખેરગામ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે નાધાઈ યોજાયેલ નિવળતિ કાર્યક્રમમાં ત્રિવેણી કાર્યક્રમ વણી લેવાયો હતો. જેમાં સત્‍યનારાયણ પૂજા… નિવૃતિ સન્‍માન કાર્યક્રમ અને લોકવાદ્ય તૂર સ્‍પર્ધાનું આયોજન થયું હતું. જેમાં લગભગ 20 જેટલી તૂર વાદકોની જોડ હતી અને સૌ માટે આકર્ષણનું કેદ્ર બન્‍યું હતું અને રમઝટ જમાવી હતી. કાન્‍તિભાઈ, હસમુખભાઈ, મગનભાઈ, વગેરે પીઢ અને જૂના તૂરવાદકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો.
નિવૃત્ત થતા રણજીતભાઈએ મામા ડાહ્યાભાઈ, સ્‍નેહીજનો,શુભેચ્‍છકો, મિત્રો, સગા સંબધીઓ મોટી સખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા આભાર વ્‍યક્‍ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશ પટેલે કર્યુ હતું.

Related posts

મજીગામમાં વહેલી સવારે વંકાલના યુવાનને અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન નિપજેલું મોત

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

યુઆઈએની પંદર એક્‍ઝિકયુટિવ કમિટી માટે યોજનારી ચૂંટણી જંગમાં 34 સભ્‍યોએ નોંધાવેલી દાવેદારી : બેપેનલ વચ્‍ચે ખરાખરીના જંગના એંધાણ

vartmanpravah

મિશન 2024ને નજર સમક્ષ રાખી આજે દીવ ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીઃ યોગ્‍ય દાવેદારની પસંદગી માટે ભાજપ મોવડી મંડળે રાત સુધી શરૂ કરેલો મંત્રણાનો દૌર

vartmanpravah

દમણ-દીવ સહિતના દરિયા કિનારાને પર્યટન સ્‍થળ તરીકે વિકસાવવા ઉપર સરકારની નજર

vartmanpravah

અબ્રામા સિડમેક કંપનીમાં અજગર વલસાડમાં કંપની કમ્‍પાઉન્‍ડની અવાવરુ જગ્‍યામાંથી અધધ એક સાથે ચાર અજગર રેસ્‍ક્‍યૂ કરાયાદેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah

Leave a Comment