Vartman Pravah
દમણ

દમણ ગવર્નમેન્ટ ટીચર્સ સોસાયટીમાં સચિવ તરીકે ૨૧ વર્ષ સુધી ઍકધારી સેવા આપ્યા બાદ વયમર્યાદાના કારણે રતિલાલ પટેલ નિવૃત્ત થતાં વિદાયમાન અપાયું

દમણ વિભાગ ગવર્નમેન્ટ ટીચર્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના જતન અને સંવર્ધન માટે રતિલાલ પટેલે કરેલી કામગીરી હંમેશા યાદ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૨
દમણમાં સરકારી શિક્ષકોને આર્થિક રૂપે મદદરૂપ બનવા માટે ‘‘દમણ વિભાગ ગર્વનમેન્ટ ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ’’ની સ્થાપના સન્ ૧૯૬૫માં કરવામાં આવી હતી. જેમાં સભ્ય બનનારા દરેક શિક્ષકને તેમના જમા શેર ઉપર ન્યુનત્તમ વ્યાજદરે લોન આપવામાં આવતી હતી. ટીચર્સ સોસાયટીના નિયમાનુસાર આ સોસાયટીમાં કારોબારી સમિતિના મંત્રી પદ ઉપર કાર્યરત શિક્ષક શ્રી રતિલાલ પટેલ ટિચર્સ સોસાયટીમાંથી નિવૃત થયા છે. શ્રી રતિલાલ જી.પટેલ સ્કૂલના હેડ માસ્તરની સાથે ટીચર્સ સોસાયટીમાં સન ૨૦૦૦ થી ૨૦૨૧ સુધી ઍટલે કે ર૧ વર્ષ સુધી મંત્રી તરીકેની સેવા આપી હતી. તેમના આ ર૧ વર્ષના સેવાકાળમાં શિક્ષકો માટે નિર્ધારીત લોનની રકમ ર૦ હજારથી વધારીને ૩ લાખ સુધી કરવામાં આવી હતી અને ટીચર્સ સોસાયટીમા શેરની રકમ પણ અન્ય સોસાયટીની તુલનામાં શેર રાશિ જમા કરાવવાનું શ્રેષ્ઠ કાર્ય પણ કર્યુ હતું.
શ્રી રતિલાલ પટેલે આ ટીચર્સ સોસાયટીને પોતાના પરિવારની જેમ માનતા હતા અને સોસાયટીના તમામ સભ્યોને પણ પોતાના પરિવારના સભ્યો માનતા હતા. પોતાના જીવનના કિંમતી ર૧ વર્ષે ટીચર્સની ભલાઈ માટે આપનારા શિક્ષક શ્રી રતિલાલ પટેલે પોતાના મંત્રીપદના કાર્ય સાથે ટીચર્સ સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં પણ પોતાનું યોગદાન આપી સોસાયટીની પ્રગતિ અને ઉન્નતિ માટે અવિસ્મરણીય કાર્ય કર્યુ છે. તેમની સેવાને સન્માનિત કરવા માટે આયોજીત વાર્ષિક સામાન્ય સભામાં સોસાયટીના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, ઉપ પ્રમુખ શ્રી ઉમેશભાઈ હળપતિ, સહમંત્રી શ્રી સુભાષભાઈ પટેલ અને સમિતિના સભ્યોઍ સંયુક્તરૂપથી સન્માનપત્ર અને સ્મૃતિભેટ અર્પણ કરી તેમનો આભાર માન્યો હતો સાથે સાથે તેમના ઉજ્જવળ અને તંદુરસ્ત આરોગ્યની કામના કરી હતી.
આ સામાન્ય સભામાં ઉપસ્થિત ગણમાન્ય સભ્યો અને સભાસદોઍ પોત પોતાના અનુભવ રજૂ કરતા શ્રી રતિલાલ પટેલની અમૂલ્ય અને અતુલ્ય શિક્ષક-સેવાનું ગુણગાન કર્યા હતા.
આ અવસરે શ્રી રતિલાલ પટેલે પણ પોતાના ર૧ વર્ષના સેવાકાર્યનો અનુભવ પ્રસ્તુત કર્યો હતો અને આગળ પણ ટીચર્સ સોસાયટીની સેવા કરવા માટે હંમેશા તૈયાર રહેવા માટેનું વચન આપ્યું હતું.
સેવાનિવૃત થયેલા મંત્રી પદની ખાલી જગ્યા પર ટીચર્સ સોસાયટીમાં કાર્યરત સહમંત્રી શ્રી સુભાષભાઈ પટેલને મંત્રી પદ માટે બિનહરિફ પસંદગી કરવામાં આવી હતી. સાથે સાથે કમિટિમાં ખાલી પડેલ સભ્ય પદ માટે શ્રી જગદીશ પટેલના નામાંકન સામે કોઈઍ પણ પોતાનું નામ નહી નોધાવતા સભ્ય પદ માટે શ્રી જગદીશભાઈ પટેલને બિનહરીફ પસંદ કરવામાં આવ્યા હતા.

Related posts

મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના મંદિરનો પટાંગણ પ.પૂ. ભરતભાઈ વ્‍યાસની શિવકથાથી શિવમય બન્‍યો: પ.પૂ. ભરતભાઈ વ્‍યાસે પંચાક્ષરી મંત્રી ‘ૐ નમઃ શિવાય’ના મંત્રનો સમજાવેલો મહિમા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મીડિયા પ્રવક્‍તા મજીદ લધાણીની ઓલ ઈન્‍ડિયા મેમન જમાત ફેડરેશનના રાષ્ટ્રીય પ્રવક્‍તા તરીકે નિયુક્‍તિ

vartmanpravah

દમણમાં ચોરીનો આરોપ લગાવી કિશોરને થાંભલા સાથે બાંધી ઢોર માર મારવાના પ્રકરણમાં પોલીસે ત્રણની અટક કરી

vartmanpravah

સેલવાસમાં એટીએમમાં કાર્ડ ફસાઈ ગયા બાદ ખાતામાંથી પૈસા ઉપડી જતા પોલીસ ફરિયાદ

vartmanpravah

સંઘપ્રદેશ દમણ અને દાનહમાં વિવિધ સ્‍થળોએ સ્‍થાપિત દોઢ દિવસના ગણપતિની પ્રતિમાઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત પ્રયાસથી દમણ કોર્ટ પરિસરમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment