October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28
જગન્નાથ મંદિર સેવા સમિતિ સાયલી લીમ્‍બારપાડા દ્વારા આયોજીત 13મી પવિત્ર જગન્નાથ રથયાત્રા મહોત્‍સવ 1જુલાઈથી 9જુલાઈ સુધી મનાવવામા આવશે. 29 જૂનના રોજ સાંજે 6:00 વાગ્‍યાથી રાત્રે 10:00 વાગ્‍યા સુધી મહાપ્રભુજીના નવયૌવન દર્શન નેત્રોત્‍સવ પણ જલારામ સાંઈનાથ મંદિર સંકુલ બાવીસા ફળીયા ઉમરકુઇ રોડ ખાતે મનાવવામાં આવશે. તા.1 જુલાઈને શુક્રવારના રોજ સવારે 6:30 વાગ્‍યે સૂર્યપૂજા અને હોમ હવન બાદ 10:00 વાગ્‍યે જલારામ સાંઈનાથ મંદિર બાવીસા ફળિયાથી પવિત્ર રથયાત્રાનો શુભારંભ થશે અને સેલવાસ શહેરની પરિક્રમા યાત્રા સાથે સાંજે 7:00 વાગ્‍યે નરોલી રોડ રીંગરોડ ચાર રસ્‍તાની બાજુમાં ગુલમોહર રંગ મંડપ અસ્‍થાયી ગુંદીચા મંદિર પર જશે. 2જુલાઈથી 8 જુલાઈ સુધી રોજ દૈનિક પૂજા ભોગ આરતી હોમ હવન સંકલ્‍પ પૂજા અને મહાપ્રસાદનું આયોજન કરવામા આવશે અને રાત્રે સાંસ્‍કળતિક કાર્યક્રમ અને ભગવત વચન કથા કરવામા આવશે. 9 જુલાઈના રોજ સવારે 11 વાગ્‍યે ગુલમહોર રંગ મંડપ શ્રી ગુંડિચા મંદિરથી બાહુડા યાત્રાનો શુભારંભ કરી નગર પરિક્રમા કરતા સાંજે 7:30 વાગ્‍યે જલારામ સાંઈનાથ મંદિર સંકુલ બાવીસા ફળીયા પર સંપન્ન થશે જ્‍યા ભગવાન રાત્રી વિશ્રામ કરશે અને મહાપ્રસાદસેવનનું આયોજન કરવામાં આવ્‍યું છે. 10જુલાઈના રોજ સવારે 9વાગ્‍યે સોનવેશ પૂજા શરૂ કરવામાં આવશે મહાપ્રભુજીની મહાઆરતી રાત્રે 7:30 વાગ્‍યે થશે અને ઉત્‍થાપન વિધિ રાત્રે 9:30 વાગ્‍યે થશે. 13મી પવિત્ર જગન્નાથ રથયાત્રાનો લાભ લેવા માટે ટ્રસ્‍ટી પ્રમુખ શ્રી અશોક પટેલ ઉપ પ્રમુખ શ્રી આશિષ ઠક્કર દ્વારા ભાવિકભક્‍તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામા આવ્‍યું છે.

Related posts

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડની કારોબારી બેઠક નાયબ કલેક્‍ટર મોહિત મિશ્રાની હાજરીમાં સંપન્ન સ્‍કાઉટ ગાઈડ શિક્ષણના સ્‍તરને વેગ આપશેઃ મોહિત મિશ્રા

vartmanpravah

સામાજિક વ્યવહાર પરિવર્તન દ્વારા આરોગ્યલક્ષી સેવા લોકો સુધી પહોંચાડવા વલસાડમાં આશા ફેસીલીટેટરોને તાલીમ અપાઈ

vartmanpravah

લવાછા પિપરીયા પુલ ઉપરટિફિન આપવા જઈ રહેલ સાયકલ સવારનું અકસ્‍માતમાં મોત

vartmanpravah

ચીખલીનાં સમરોલીમાં પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં નકરી વેઠ ઉતારાતા સ્‍થાનિકો વિફર્યા : કામ બંધ કરાવ્‍યું

vartmanpravah

વલસાડના વૃદ્ધોને હવે વિના મુલ્‍યે રોજીંદી દવા મળી રહેશે

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડામાં કેમીકલ ભરેલું ટેન્‍કર ઝાડ સાથે અથડાતા કેમિકલ ખેતરમાં વહી જતાં પાકને થયેલું ભારે નુકસાન

vartmanpravah

Leave a Comment