October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દાનહના અથાલની માર્બલ કંપનીમાં કામ કરતી વખતે ક્રેઈનનો હુક તૂટતા દબાઈ જતા કામદારનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: દાદરા નગર હવેલીના અથાલ ગામે આવેલ મિલેનિયમ માર્બલ કંપનીના યુનિટ કર્ગવાલ એન્‍ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડના પ્‍લોટમાં એક મજૂરનું મોત થઈ ગયું છે. આ મજૂર ક્રેઈનની મદદથીમાર્બલને લોડિંગ અનલોડીંગનું કામ કરી રહ્યો હતો તે સમયે ક્રેઈનમાં લગાવવામાં આવેલ હુક તૂટી જતા માર્બલ સીધો એના શરીર પર પડતા માર્બલ નીચે દબાઈ જતા એનું ઘટના સ્‍થળ પર જ મોત થઈ ગયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર રાજુ પરમાર હાલ રહેવાસી અથાલ, મૂળ રહેવાસી મધ્‍યપ્રદેશ જે મિલેનિયમ માર્બલ કંપનીના કર્ગવાલ એન્‍ટરપ્રાઈઝ પ્રા.લિ. કંપનીમાં મજૂર તરીકે કામ કરતો હતો જે માર્બલ પથ્‍થરને લોડિંગ-અનલોડિંગ કરી રહ્યા હતા તે સમયે કોઈક કારણસર ક્રેઈનમાં લગાવવામાં આવેલ હુક અચાનક તૂટી પડતા એમા જે માર્બલ પથ્‍થર સીધો રાજુ પર પડતા એ એની નીચે દબાઈ ગયો હતો જેના કારણે એનું ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું. આ ઘટના અંગે પોલીસને જાણ થતા નરોલી પોલીસની ટીમ પહોંચી ઘટના અંગેની જાણકારી લઈ લાશનો કબ્‍જો લઈ પીએમ માટે મોકલી આપવામાં આવી હતી.
જો કંપની દ્વારા સમયસર આવા સાધનોનું મેન્‍ટેનન્‍સ કરવામાં આવતું હોય અને અને મજૂરોને સુરક્ષાના સાધનો આપવામાં આવતા હોત તો કદાચ આવી ઘટનાને બનતા અટકાવી શકાઈ હોત પરંતુ કંપની આવી વાતોને અનદેખી કરી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ ૧૯૮૭થી ૨૦૨૪ દમણ અને દીવ બેઠકમાં 1999થી માછી સમાજના યુગનો આવેલો અંતઃ પહેલી વખત કોળી પટેલ સમાજના સાંસદ બનેલા ડાહ્યાભાઈ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં અતિવૃષ્‍ટિથી પુરની ભીતી : જિલ્લામાં યલો એલર્ટ : તમામ નદીઓ બે કાંઠે

vartmanpravah

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

વાપી ડુંગરા પોલીસે મોબાઈલ-રોકડા મળી રૂા. 10.04 લાખના મુદ્દામાલ સાથે મોબાઈલ ચોરને પકડયો

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

vartmanpravah

દમણના સી.જે.એમ. સિનિયર ડીવીઝન અને કો-મેમ્‍બર સેક્રેટરી એ.પી.કોકાટેના અધ્‍યક્ષ સ્‍થાને દમણવાડા ખાતે કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment