Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ડામર રોડના પેચવર્કની કામગીરી શરૂ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુમાં આજદિન સુધી કુલ અંદાજીત 100 ઇંચ જેટલો વરસાદ પડયો છે. નિરંતર અને સાર્વત્રિક વરસાદના કારણે તેમજ અમુક દિવસોમાં ધોધમાર વરસાદના કારણે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્‍તકના રસ્‍તાઓ તેમજ ડુબાઉ નાળા/કોઝવેને વ્‍યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. જેને ચોમાસાની ઋતુ દરમ્‍યાન મેટલ/જીએસબી/વેટમિક્ષ મટીરીયલ તેમજ વિવિધ મશીનરીઓના માધ્‍યમથી યુદ્ધના ધોરણે રીપેર કરી રસ્‍તાઓ પરથી ટ્રાફિક અવરજવર થઈ શકેતેવા બનાવવામાં આવ્‍યા હતા.
હાલ વર્ષા ઋતુના વિરામ બાદ ઉઘાડ પડતા પંચાયત (મા.મ) વિભાગ દ્વારા જિલ્લામાં પંચાયત હસ્‍તકના રસ્‍તાઓને તાકીદે ડામર પ્‍લાન્‍ટ શરૂ કરી રસ્‍તાઓ ઉપર ડામર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે કામગીરી સત્‍વરે પૂર્ણ કરી વાહન ચાલકોને ખરાબ રસ્‍તા પરથી પસાર થવામાંથી મુક્‍તિ મળશે.

Related posts

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિમાં ભગવાન શિવના જયઘોષ સાથે શિવની કથાને વિરામ અપાયો

vartmanpravah

કપરાડાના સુખાલામાં સેવાયજ્ઞ : 41 હજાર આધુનિક ચુલાનું નિઃશુલ્‍ક વિતરણ કરાયું

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં દમણ જિલ્લાની આટિયાવાડને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અન્‍ય વાહનના બચાવવા જતા માટી ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈ

vartmanpravah

વલસાડ ડુંગરી જોરાવાસણ વિસ્‍તારમાં સોશિયલ મીડિયામાં પ્રસિધ્‍ધિ મેળવવા બર્થડેમાં તલવારથી કેક કાપવી ભારે પડી

vartmanpravah

વિધાનસભા બેઠકના પ્રવાસી વિસ્‍તારક મુંબઈના કૃષ્‍ણા આબેકરએ વાપી ભાજપ સાથે મીટિંગ યોજી

vartmanpravah

Leave a Comment