કેક કાપનાર દિપેશ ઉર્ફે માયા રમેશ પેટલની પોલીસે ધરપકડ કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: વર્તમાન મોબાઈલ યુગમાં સોશિયલ મીડિયામાં રીલ વાયરલ કરીને પ્રસિધ્ધિ મેળવવાની ખોટી ઘેલછા આજકાલ યુવાનોમાં જોવા મળી રહી છે. કંઈક તેવી ઘટના વલસાડ ડુંગરીમાં એક યુવાને તેની બર્થડે કેક જાહેરમાં તલવારથી કાપી રીલ બનાવી વાઈરલ કરેલ. જે રીલ પોલીસ પાસે પહોંચતા પોલીસે તલવારથી કેક કાપનાર યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વલસાડ ડુંગરી જોરાવાસણ વિસ્તારના મંદિર ફળીયા પાસે ગત તા.29 જુલાઈના રોજ દિપેશ ઉર્ફે માયા રમેશ પટેલનો બર્થડે હતો તેથી સાંજે જાહેરમાં તલવારથી કેક કાપીને રીલબનાવેલ તેમજ રીલને સોશિયલ મીડિયામાં પ્રસિધ્ધિ મેળવવા વાયરલ કરેલ. આ રીલ પોલીસ પાસે પહોંચતા ડુંગરી પોલીસ એકશનમાં આવી ગઈ હતી. તલવારથી કેક કાપનાર દિપેશ પટેલની ધરપકડ કરી હતી તેમજ જે તલવારથી કેક કાપી હતી તે તલવાર પણ પોલીસે મુદ્દામાલ તરીકે જપ્ત કરી હતી. દિપેશ પટેલને સોશિયલ મીડિયાની પ્રસિધ્ધિ મેળવવાનો ખેલ ભારે પડયો હતો તેમજ પોલીસ સમક્ષ માફી પણ માંગવી પડી હતી