Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના સુખાલામાં સેવાયજ્ઞ : 41 હજાર આધુનિક ચુલાનું નિઃશુલ્‍ક વિતરણ કરાયું

છેલ્લા 50 દિવસથી ગુંજાલીબેન પટેલ કંપની સહયોગ સી.આર.સી. હેઠળ આદિવાસી મહિલાઓને ચુલા અર્પણ કરી રહ્યા છે

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: કપરાડા તાલુકાના સુખાલા ગામે છેલ્લા 50 દિવસથી સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. વહેલી સવારથી જ સેંકડો બહેનો ઉમટી પડે છે. વાત એમ છે કે ગુજાલીબેન પટેલ દ્વારા આધુનિક ચુલાઓ બહેનોને અર્પણ કરવામાં આવી રહ્યા છે. આજદિન સુધી 41 હજાર ચુલાનું વિતરણ કરાઈ ચૂક્‍યુ છે.
જ્‍યાં સરકાર નહી પહોંચતી ત્‍યાં સમાજ કે અગ્રણી કંપનીઓ ગ્રામ્‍ય વિસ્‍તારમાં અનેક સેવાકીય કામગીરી કરી રહી છે. તેવી જ બાબત આજકાલ કપરાડાના સુખાલા ગામે જોવા મળી રહી છે. એક કંપનીના સહયોગ થકી ગુંજાલીબેન પટેલ જરૂરીયાતમંદ આદિવાસી મહિલાઓને આધુનિક ચુલા અર્પણ કરી રહી છે. ઓછું બળતણ અને ધુવાડો પણ ઓછો લાગે તેવા આધુનિક ચુલાના ઉપયોગ થકી મહિલાઓના સ્‍વાસ્‍થ્‍યને પણ ફાયદો થશે તેવુ કુંજાલીબેન પટેલએ જણાવ્‍યું હતું. અંતરિયાળ વિસ્‍તારમાં જરૂરી એવો આ સેવા યજ્ઞ 50 દિવસથી ચાલુ છે અને 41 હજાર ઉપરાંત ચુલા અર્પણ કરાયા છે.

Related posts

દમણ-દીવ સહિત સમગ્ર ગુજરાતમાં ઓગસ્‍ટ-2022 સુધી દરિયામાં યાંત્રિક બોટો દ્વારા થતી મચ્‍છીમારી ઉપર પ્રતિબંધ

vartmanpravah

વલસાડ સેવા સદનમાં પાર્ક કરેલી સરકારી સુમો ગાડીમાં અચાનક આગ લાગી

vartmanpravah

વાપી ડુંગરામાં ભાજપ દ્વારા નરેન્‍દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત શ્રવણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી રેલવે ફાટકે યાંત્રિક ખામી સર્જાતા માત્ર એક સાઈડનું ફાટક ખુલતા અંધાધૂંધી સર્જાઈ

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બેડમિન્‍ટન સિંગલ અને ડબલ્‍સ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

ધરમપુરમાં બી.એસ.એફ. જવાનોનું ભવ્‍ય સન્‍માન સ્‍વાગત સાથે માકડબન ગામે ભવ્‍ય સન્‍માન

vartmanpravah

Leave a Comment