October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં દમણ જિલ્લાની આટિયાવાડને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

દમણ જિ.પં.ના અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં આટિયાવાડ સહિત દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : આજે આટિયાવાડ ગ્રામ પંચાયતની ‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ મુખ્‍ય અતિથિ તરીકે અને જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ તથા બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરા વિશેષ અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ’થી આટિયાવાડ સહિત તમામ ગ્રામ પંચાયતોના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે પોતાનો સંકલ્‍પ પ્રગટ કર્યો હતો. તેમણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લા સહિત સમગ્ર પ્રદેશે સર કરેલી વિકાસની નવી નવી ઊંચાઈઓની પણ જાણકારી આપી હતી.
ગ્રામસભાના અધ્‍યક્ષતરીકે આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે 2024-‘25ના નાણાંકીય વર્ષ માટે કરેલા આયોજનની રૂપરેખા પ્રગટ કરી હતી. તેમણે ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન(જીપીડીપી)-2024-‘25માં લેવાનારા રોડ, ગટર, લાઈટ, પાણી સહિતના પ્રસ્‍તાવિત કામોને સમયસર પૂર્ણ કરવા જિલ્લા પંચાયત તંત્રના સહકારની પણ અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી. તેમણે આટિયાવાડ ગ્રામ પંચાયતને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા માટે પોતાના સામર્થ્‍ય અનુસાર વિકાસના કામોને આગળ ધપાવવાની પણ તત્‍પરતા દર્શાવી હતી.
આજની ગ્રામસભામાં મેડિકલ ઓફિસર ડો. પ્રતાપે આરોગ્‍ય સંબંધી વિવિધ જાણકારીઓ આપી હતી. કૃષિ વિસ્‍તરણ અધિકારી શ્રી અર્જુન પટેલે કૃષિ, બાગાયતી તથા એન.આર.એલ.એમ.ના શ્રી યોગેશભાઈએ ગ્રામીણ આજીવિકા મિશન અને બેંક ઓફ બરોડા તથા એચ.ડી.એફ.સી. બેંકના પ્રતિનિધિઓએ ખેડૂત વિકાસ પત્ર તથા કૃષિ ધિરાણના સંદર્ભમાં જાણકારી આપી હતી.
આ પ્રસંગે ટોરેન્‍ટ પાવરના શ્રી જોષી, સમાજ કલ્‍યાણ વિભાગથી શ્રી પંકજભાઈ, શ્રી મહાવીરભાઈ તથા આઈ.સી.ડી.એસ.થી સુશ્રી પ્રિયંકા, વન વિભાગથી શ્રી દિવ્‍યેશભાઈ, આઈ.ટી.આઈ.થી શ્રી પ્રજ્ઞેશભાઈ વગેરે તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related posts

દીવ ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડથી પારડી પો.સ્‍ટે.માં ફરજ પર જવા નિકળેલ કોન્‍સ્‍ટેબલની બાઈકને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારીમાં પાર્ટ ટાઈમ ઈન્‍સ્‍ટ્રક્‍ટર તરીકે કાર્યરત અલ્‍કેશ પટેલની પોસ્‍કો એક્‍ટ હેઠળ ધરપકડ

vartmanpravah

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

vartmanpravah

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

vartmanpravah

દમણમાં ડેંગ્‍યુ અને વાયરલ ફિવરનો વધેલો પ્રકોપ : વાપી-વલસાડની હોસ્‍પિટલોમાં પણ સારવાર લઈ રહેલા ડેંગ્‍યુના દર્દીઓ

vartmanpravah

Leave a Comment