અકસ્માતમાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વલસાડ હાઈવે ઉપર આજે મંગળવારે બપોરે માટી ભરેલી ટ્રક અન્ય એક વાહનને બચાવવા જતા ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.
વલસાડ હાઈવે ઉપર હોટલ ખોડીયારની સામે માટી ભરેલી ટ્રક નં.જીજે 16 એડબલ્યુ 5366 પસારથઈ રહી હતી ત્યારે આગળ આવેલ વાહનને બચાવવા જતા ટ્રક ચાલક જોરથી ટર્ન મારવા જતા માટી ભરેલી ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ડ્રાઈવર ઘાયલ થયો હતો. તેને સિવિલમાં સારવાર માટે ખસેડયો હતો. જો કે અકસ્માત સ્થિતિ જોતા ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો. માટી ડિવાઈડર ઉપર વેરાઈ હતી. સાધારણ ટ્રાફિક જામ થયો હતો પરંતુ પોલીસે ટ્રાફિક સમયસર નિયંત્રિત કરી દીધો હતો. વલસાડ હાઈવે અકસ્માત ઝોન બની ચૂક્યો છે. સરેરાશ રોજનો એકાદ નાના મોટા અકસ્માતો સર્જાતા રહ્યા છે. તેથી વાહન કાળજી પૂર્વક ચલાવવું હિતાવહ છે.