નવનિયુક્ત અધ્યક્ષ વાસુભાઈ પટેલે ‘સબકા સાથ, સબકા વિકાસ’ને કેન્દ્રમાં રાખી કોળી પટેલ સમાજ દરેક ક્ષેત્રે પ્રગતિ કરે એ હેતુથી સમાજનું રજીસ્ટ્રેશન કરાવી સમાજના ગતિશીલ સંગઠનનો આપેલો ભરોસો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
લંડન, તા.15 : ગત શનિવાર તા.14મી સપ્ટેમ્બરના રોજ લંડનના લેસ્ટર ખાતે સનાતન મંદિર હોલમાં દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલના નેતૃત્વમાં આયોજીત યુ.કે.માં રહેતા દમણ કોળી સમાજના સભ્યોની એક વિશેષ બેઠકમાં શ્રી વાસુભાઈ પટેલને કોળી પટેલ સમાજ યુ.કે.ના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
દમણ-દીવ ભાજપના પૂર્વ પ્રમુખ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ઉપરાંત અનેક મોભાદાર પદો શોભાવી ચુકેલા શ્રી વાસુભાઈ પટેલની સાત સમંદર પાર યુ.કે.ના કોળી પટેલ સમાજના અધ્યક્ષ તરીકે કરાયેલી પસંદગીને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કોળી પટેલ સમાજ યુ.કે.ના ઉપ પ્રમુખ તરીકે શ્રી હેનિલ પટેલ, શ્રી દક્ષ પટેલ અને સેક્રેટરી તરીકે શ્રી નીતિન ડી. પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે શ્રી વિરલ પટેલ, શ્રી વિજય પટેલ અને શ્રી ધર્મેશ પટેલને જવાબદારીસોંપવામાં આવી હતી. જ્યારે ખજાનચી તરીકે શ્રી હરેશ ધીરૂ તથા સહ ખજાનચી તરીકે શ્રી હરનિશ ઈશ્વર, શ્રી વિપેશ શંકર પટેલ અને શ્રી અશોક પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. યુવા કો-ઓર્ડિનેટર તરીકે શ્રી પ્રણવ પટેલ અને સમાજના કો-ઓર્ડિનેટર તરીકે શ્રી સંજય પટેલને પદભાર સોંપવામાં આવ્યો છે.
યુ.કે. કોળી પટેલ સમાજના કારોબારી સભ્યોમાં (1) શ્રી હરિસ્તે નગીન પટેલ (2) શ્રી શૈલેષ પ્રેમા પટેલ (3) શ્રી અશોક કિકલો, (4) શ્રી ગણેશ નરોતમો(5) શ્રી ચિન્ટુ રમણ (6) શ્રી દીપક પટેલ, (6) શ્રી સુરેશ પટેલ ઉર્ફે વિજય (7) શ્રી શંકર ઉકરિયો (8) શ્રી સાજન ગોવિન (9) શ્રી જયેશ પટેલ (10) રજનીકાંત પટેલ (11) શ્રી ઉમેશ રમણ પટેલ (12) શ્રી હેનિલ પટેલ, (12) શ્રી અશોક એ પટેલ (13) શ્રી સતિષ આર. પટેલ (14) શ્રી ભરત રવિયા (15) શ્રી વિરેન અશોક (16) શ્રી સુરજ દીપક (17) શ્રી પાર્થ ગુલાબ (18) શ્રી વિમલ મુકેશ (19) શ્રી જયેશ ગુલાબ (20) શ્રી વિમલ સુંદર (21) શ્રી હરેશ લલ્લુ (22) શ્રી જગદીશ ગુલાબ અને (23) શ્રી ઉમેશ પટેલની વરણી કરવામાં આવી છે.
આ બેઠકમાં યુ.કે. લેસ્ટરમાં સ્થાયી થયેલા દમણ જિલ્લાના દરેક ગામના ફળિયા પ્રમાણે લોકો ઉપસ્થિત રહ્યા હતા. યુ.કે.ના અન્ય વિસ્તારમાં રહેતા લોકોને પણ પોતાની સમિતિ બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. આબેઠકમાં લેસ્ટરના કાઉન્સિલર શ્રી સંજય મોઢવાડિયા અને શ્રી રવિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નવનિયુક્ત અધ્યક્ષ શ્રી વાસુભાઈ પટેલે ‘સબકા સાથ, સબકા વિકાસ’ને કેન્દ્રમાં રાખી કોળી પટેલ સમાજ દરેક ક્ષેત્રે પ્રગતિ કરે એ હેતુથી સમાજનું રજીસ્ટ્રેશન કરાવી સમાજના ગતિશીલ સંગઠનનો વિશ્વાસ લોકોને આપ્યો હતો અને તેમના પર મુકેલા વિશ્વાસને તેઓ સાર્થક કરશે એવું વચન પણ આપ્યું હતું. સભાનું ઉત્કૃષ્ટ સંચાલન મોટી દમણ ભાઠૈયાના મૂળ રહેવાસી શ્રી સંજય પટેલે કર્યું હતું.