(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: નવસારી એલસીબી પોલીસનો સ્ટાફ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન પૂર્વ બાતમીના આધારે સાદડવેલ ગામે ખુડવેલ થી રાનકુવા તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી. જ્યારે બાતમી મુજબની મહિન્દ્રા એક્સયુવી-500 નં-જીજે-21-એએચ-5389 આવતા જેને સરકારી લાકડી તેમજ ટોર્ચ વડે ઉભીરાખવાનો ઇસારો કરતા ચાલકે પોલીસની નાકાબંધી જોઈ પોતાના કબ્જાની કાર હંકારી જઈ આગળ એસપી ફાર્મના ગેટ પાસે જાહેર રોડ ઉપર મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂ તથા ટીન, બિયરની નાની-મોટી બોટલ નંગ-261 કિ.રૂ.40,800/- કારની કિં.રૂ.5 લાખ ગણી કુલ્લે રૂ.5,40,800/- નો મુદ્દામાલ કબ્જે કરી એક્સયુવી-500 કારનો માલિક સતીષ ધીરૂભાઈ પટેલ (ઉ.વ-65) (રહે.દરજી ફળીયું સુરખાઈ તા.ચીખલી જી.નવસારી) તેમજ અજાણ્યો કાર ચાલક શખ્સ એમ બે જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે.
