Vartman Pravah
નવસારી

વઘઇ બીલીમોરા ટ્રેન પુન: પાટે દોડતી તો થઈ પરંતુ પ્રથમ દિવસે જ વિવાદ

ટ્રેનના સ્વાગત માટે આવેલા  ધારાસભ્ય અનંત પટેલને ભાજપાએ  હડસેલી દેતા રેલવે ટ્રેક પર બેસી નોંધાવેલો વિરોધ

વલસાડ, તા. 04

બીલીમોરાથી લીલી ઝંડી મળતા વઘઇ જવા નીકળેલી ટ્રેન ઉનાઈ આવતા જ કોંગ્રેસ ભાજપના સમર્થકો સામસામે આવી જતા મોટો વિવાદ થયો છે. ઉનાઇ સ્ટેશન પર ટ્રેનના સ્વાગતના સમય પર કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને પાછળ ધકેલીના ભાજપના આગેવાનો આગળ નીકળી જતાં અનંત પટેલે ટ્રેન આગળ પાટા પર બેસી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આરોપ કર્યો હતો કે સ્વાગત કાર્યક્રમમાં તેમની અવગણના કરવામાં આવી હતી. ટ્રેન શરૂ તો થઇ છે પરંતુ ટ્રેનના ભાડાને લઇને પણ વિવાદ વકર્યો છે. આદિવાસી પટ્ટામાં ચાલતી આ ટ્રેનનું ભાડું જનતાને પોસાય તેવું ન હોવાથી નારાજગી વધી છે. ખાસ કરીને એસી ભાડું એટલું બધું વધારે છે કે તેમાં બેસનારા મળશે કે કેમ એક પ્રશ્ન છે. એસી કોચના ભાવ ધટાડોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.ટ્રેનમાં એસી કોચના ટીકીટ દર બાબતે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે પણ આ ધારાસભ્ય અનંત પટેલ સાંસદ કેસી પટેલ સહિત આ વિસ્તારની જનતા વઘઇ-બીલીમોરા ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, બીલીમોરા – વઘઈ નેરોગેજ ટ્રેન આ વિસ્તારના અદિવાસીઓની જીવાદોરી છે જે પુનઃશરૂ થવાથી અનેક લોકો ને સસ્તી અને સરળ મુસાફરી મળી રહેશે. તેમને આ ટ્રેન શરૂ થવાનો શ્રેય કાર્યકર્તા તેમજ આદિવાસી વિસ્તારના લોકોને આપ્યો હતો. તેમણે કહ્યું કે, આ બાબતે સતત અમે રજૂઆતો ચાલુ રાખી છે ત્યારે તમામ લોકોની એકતા સામે રેલવે વિભાગને વિવશ થઈ ગાડી પુનઃ શરૂ કરવાની ફરજ પડી આદિવાસી વિસ્તારના લોકો માટે આ સારા સમાચાર છે. જો સત્તાપક્ષ જો આ ટ્રેન ચાલુ થતા વાહવાહી કરી પ્રસિધ્ધિ મેળવવાની વાત કરતી હોય અન્ય હાલ આ ટ્રેન સાથે બંધ થયેલ તમામ ટ્રેનો ચાલુ કરી બતાવે. જો કે, બીલીમોરાથી ઉનાઇ સુધી એસી કોચનું ભાડું રૂ. 470 નક્કી કરતા તેમને આ વાતે અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો

Related posts

દીવ બીચ ગેમ્‍સ-2024ની આનંદ,ઉત્‍સાહ અને રોમાંચ સાથે પુર્ણાહૂતિ

vartmanpravah

ગોઈમા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં એમ્‍બ્‍યુલન્‍સનું લોકાર્પણ

vartmanpravah

પતંજલિ યોગ પીઠના 28મા સ્‍થાપના દિવસની મહિલા પતંજલિ યોગ સમિતિ વાપી દ્વારા કરાયેલી ઉજવણી

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં 26-વલસાડ બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્‍વીપ કમિટી દ્વારા નિવૃત્ત કર્મચારીઓને જાગૃત કરાયા

vartmanpravah

પારડી હાઈવે ખડકી બ્રિજ પાસે રીક્ષા-બાઈક વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

વાપીમાં નાર્કોટિક્‍સના ગુનામાં ઝડપાયેલ એનસીબીએ સીલ કરેલ કંપનીમાં પ્રવેશ, પુરાવા સાથે ચેડા?

vartmanpravah

Leave a Comment