April 29, 2024
Vartman Pravah
દમણ

દમણના બહુચર્ચિત પ્રસન્નજીત આત્મહત્યા પ્રકરણમાં યુથ ઍક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલની ધરપકડઃ બે દિવસના રિમાન્ડ

< ઉમેશ પટેલે મૃતક પ્રસન્નજીત સામે રૂ.બે લાખની ઉચાપત કરી હોવાનો આરોપ લગાવી ઝઘડો કરતા પ્રમાણિક રીતે ફરજ બજાવતા કર્મચારી પ્રસન્નજીતે આત્મહત્યા કરી હોવાની ચર્ચા
< યુથ ઍક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ
પટેલની બે નંબરની આવક મૃતકના ખાતામાં જમા કરાતી હતી તેમાં હિસાબ મિસમેચ થતાં થયેલા ઝઘડામાં જીવન ટૂંકાવ્યું હોવાની પણ વહેતી થયેલી થિયરી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૫
દમણમાં બહુચર્ચિત બનેલા પ્રસન્નજીત આત્મહત્યા પ્રકરણમાં દમણ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે યુથ ઍક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલની ધરપકડ કરી શનિવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. નામદાર અદાલતે પ્રસન્નજીતને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવાના ગુના હેઠળ બે દિવસના પોલીસ રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા.
પ્રા માહિતી પ્રમાણે ગત તા.૨૯મી અોગસ્ટના રોજ પ્રસન્નજીત કિશન શાહિસ (ઉ.વ.૩૨)ઍ મશાલ ચોક સ્થિત ઍક સ્થાનિક ન્યૂઝ ચેનલના કાર્યાલયમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. આ સંદર્ભમાં પોલીસે સીઆરપીસીની કલમ ૧૭૪ મુજબ ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે નાની દમણ દલવાડાના રહિશ અને યુથ ઍક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલે પ્રસન્નજીતને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરિત કર્યો હોવાની ઘટના પોલીસ તપાસમાં બહાર આવી હતી. ત્યારબાદ પ્રસન્નજીતના પિતા કિશન મોહન શાહિસની ફરિયાદ ઉપર પોલીસે આ આત્મહત્યા પ્રકરણમાં આઈપીસીની કલમ ૩૦૬ દાખલ કરી ઉમેશ પટેલની ધરપકડ કરી નામદાર અદાલત સમક્ષ રજૂ કર્યો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મૃતક પ્રસન્નજીત ઉપર રૂ.બે લાખ જેટલી રકમની ઉચાપત કરી હોવાનો આરોપ ઉમેશ પટેલે લગાવ્યો હતો અને આ બાબતમાં ઉમેશ પટેલે ઝઘડો પણ કર્યો હતો. હંમેશા ખુબ જ પ્રમાણિકતાથી ફરજ બજાવતા પ્રસન્નજીતને પોતાના માલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપથી વ્યથિત થઈ આત્મહત્યાનું પગલું ભયુ* હોવાનું માનવામાં આવી રહ્નાં છે. બીજી બાજુ યુથ ઍક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલે પોતાની બે નંબરની આવક પ્રસન્નજીતના બેîક ખાતામાં જમા કરાવતા હોવાની ચર્ચા પણ સંભળાઈ રહી છે. જેમાં હિસાબમાં ગરબડ આવતાં પ્રસન્નજીતને ઉમેશ પટેલ દ્વારા આપવામાં આવેલ ધમકી બાદ મૃતકે આત્મહત્યા કરી હોવાની થિયરી પણ ચર્ચાઈ રહી છે.
અત્રે નોîધનીય છે કે, દમણ પોલીસ આ પ્રકરણમાં તપાસ કરી સત્ય સામે લાવે ઍવી માંગ પ્રબળ બની છે.

Related posts

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

દીવનો છ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દમણ માટે રવાના: દીવની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલે અનેક લોક કલ્‍યાણના કામોનું કરેલું ઉદ્‌ઘાટન : વિવિધ વિકાસના કામોની પણ કરેલી સમીક્ષા

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે દમણ કોર્ટમાં ‘વિશ્વ ન્‍યાય દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ ન.પા.ના ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ નવરાત્રિના નવમા દિવસે કથિરિયા આંગણવાડી ખાતે કરેલું કન્‍યા પૂજન

vartmanpravah

પોર્ટુગીઝ સલ્‍તનતના સમયે 75 વર્ષ પહેલાં સ્‍થાપાયેલ દમણની સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાન અને આરોગ્‍ય વિભાગના સંકલનમાં, દમણ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને વિવિધ રીતે વિકલાંગ લોકો માટે બે દિવસીય મૂલ્‍યાંકન શિબિરનું આયોજન

vartmanpravah

Leave a Comment