Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઘાટકોપર સ્‍વીટ પાસે સ્‍કોર્પિયો કાર ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરવાના કેસમાં 6 આરોપીની પોલીસે કરેલી ધરપકડ

સ્‍કોર્પિયો કારને આંતરી નંબર પ્‍લેટ વગરની ફન્‍ટી કારમાં આવેલા છ જેટલા ઈસમોએ વિકાસ વસંત હળપતિ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો : સમગ્ર કિસ્‍સામાં પોલીસે ચાર માસ બાદ ટેકનિકલ સર્વેલન્‍સ અને મોબાઈલ લોકેશનના આધારે છ જેટલા આરોપીની ધરપકડ કરી છે જેમાં છરવાડાના ઉપ સરપંચ સહિત છ લોકો ઝડપાયા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી નજીકમાં આવેલા છરવાડા ગામે રહેતા વિકાસ વસંતભાઈ હળપતિ ગત તારીખ 26-3-2019 ના રોજ બપોરના 12:00 વાગ્‍યાની આસપાસ તેના નાના ભાઈઓને ટયુશનમાં મુકવા જતા હતા તે દરમિયાનતેમની પાછળ એક વગર નંબરની સફેદ રંગની ફન્‍ટી કારમાંથી છ જેટલા યુવકો ઉતરી આવ્‍યા હતા. તેમના હાથમાં લોખંડના સળિયા અને પાઇપો હતા. જેમના દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્‍યો હતો. જેમાં વિકાસ વસંત હળપતિની કાર નંબર જીજે 15 સીજે 89 16 સ્‍કોર્પીયોમાં આગળના કાચ અને દરવાજાના ભાગમાં લોખંડના પાઇપથી ફટકા મારતા ગાડીને નુકસાન પહોંચ્‍યું હતું. આ ઘટનામાં હુમલો કરવા આવેલા યુવકો હિન્‍દી ભાષામાં બોલતા હતા કે યે રાજેશ નહિ હૈ ઉસકા લડકા હૈ એવું કહી ત્‍યાંથી ફરાર થઈ ગયા હતા.
નોંધનીય છે કે, આ બાબતે વિકાસ વસંત હળપતિએ વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં સમગ્ર બાબતની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં તેમણે શંકા વ્‍યક્‍ત કરી હતી કે જમીન લે-વેચનો કામ તેના પિતા કરતા હોય જેને લઈને કોઈએ દુશ્‍મની રાખી તેમના ઉપર હુમલો કરાવવાની શંકા વ્‍યક્‍ત કરાઈ હતી. જે અંતર્ગત પોલીસે તપાસ શરૂ કર્યા બાદ છેક ચાર મહિના બાદ ટેકનિકલ સર્વેન્‍સ અને મોબાઈલ નેટવર્કના આધારે છ જેટલા ઈસમોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં પકડાયેલા ઈસમોમાં છરવાડા ગામના ઉપસરપંચ (1)વિજય છોટુ ઉર્ફે પિન્‍ટુ, (2)કેસર ઉર્ફે રાજા ઉર્ફે ખલીલ અહેમદ શેખ, (3)અનિલ વિજય મલ્‍હોત્રા, (4)કલામ કરીમ શેખ, (5)રાહુલ અરુણ મિષાી, (6)નંદકુમાર દુર્ગા પ્રસાદની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે તેમને કોર્ટમાં રજૂ કરવાની કામગીરી શરૂ કરી છે.
નોંધનીય છે કે, ઉપરોક્‍ત ઈસમો ઉપર અગાઉ પણ ધાકધમકી, ખંડણી માંગવા તેમજ અનેક લોકો ઉપર હુમલા કરવા જેવી ઘટનાઓ બની ચૂકી છે તો છરવાડા વિસ્‍તારમાં કેટલાક સમયથી તેઓની દાદાગીરી ખુલ્લેઆમ વધી રહી છે. જેને લઈ સામાન્‍ય લોકો ભયભીત બની રહ્યા ત્‍યારે પોલીસે ફાટીને ધુમાડે ગયેલા આવા લુખ્‍ખા તત્‍વોને સબક શીખવાડે તે જરૂરી બન્‍યું છે.

Related posts

વાપી બલીઠા રેલવે પાટા ઉપરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : મૃતક વોર્ડ નં.7 ભાજપ બુથ પ્રમુખ હતો

vartmanpravah

ઉમરગામ પોલીસ મથકે લોક દરબારનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા રોટરી હરિયા હોસ્‍પિટલમાં ડોક્‍ટર-ડેની શાનદાર ઉજવણી

vartmanpravah

દાદરા પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર 3 હજારથી વધુ વિદેશી દારૂની બોટલ ભરેલું કન્‍ટેનર ઝડપાયું : ચાલકની અટક

vartmanpravah

શ્રી માછી મહાજન મહિલા મંડળ દમણ દ્વારા માછી સમાજની શિક્ષિકા બહેનોનું કરાયેલું સન્‍માન: દમણ માછી સમાજની મહિલા શક્‍તિનો જય જયકાર

vartmanpravah

Leave a Comment