September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ખાતે ફલેટમાંથી રૂા.22.76 લાખ મત્તાની ચોરીની તપાસમાં પોલીસને મોટી સફળતા મળીઃ બે આંતરરાજ્‍ય ચોર ઝડપાયા

ઘરફોડ ચોર રાજુ વિઠ્ઠલરાવ દેસાઈ નિતિશ કમ્‍બાલૈયા મહારાષ્‍ટ્રથી ઝડપાયા : રોકડા સહિત રૂા.12.10 લાખ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: ધરમપુરમાં ગત તા.11મી ઓક્‍ટોબરે લક્ષ્મી એપાર્ટમેન્‍ટના એક ફલેટમાંથી રૂા.20.35 લાખ રોકડા સોનાના ઘરેણા મળી રૂા.22.76 લાખ મત્તાની ચોરી થઈ હતી. જેની ચાંપતી તપાસમાં વલસાડ એલ.સી.બી., એસ.ઓ.જી.ની પોલીસ ટીમે મોટી સફળતા મળી હતી.
પોલીસે ધરમપુર ચોરી પ્રકરણમાં અલગ અલગ 6 ટીમો બનાવી ધરમપુર-પારડી-વલસાડ વાપીમાં આશરે 500 થી વધુ સીસીટીવી ફુટેજોનું ટેકનિકલ એનાલીસીસ કરવામાં આવ્‍યું હતું. જેમાં વિગતો મળી હતી. ચોરી મહારાષ્‍ટ્ર સાંગલી તથા સોલાપુર વિસ્‍તારના રીઢા ઘરફેડીયા ચોર આરોપી રાજવીર ઉર્ફે રાજુ સુભાષ વિઠ્ઠલરાવ દેસાઈ અને મિતીશ ઉર્પે અડવૈયા કમ્‍બાલૈયા ચિકમ થનાઓ કરી હતી. બન્ને આરોપીને વલસાડ લવાયા બાદ વધુ પૂછપરછ હાથ ધરાઈ હતી. આરોપીઓ સુરતથી ચોરી કરેલ ગ્રે કલરની એક્‍ટીવા લઈને ધરમપુર ફલેટમાં ચોરી કરવા આવ્‍યા હતા. પોલીસે મોપેડ નં.જીજે 06 એનવાય 7992, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા પાસબુકો-ચેકબુકો ડીસમીસ મળી કુલ રૂા.12.10 લાખનો મુદ્દામાલજપ્ત કર્યો હતો. આરોપીઓએ કબુલ્‍યુ હતું કે, દાગીના મહારાષ્‍ટ્ર મુથુટ ફાઈનાન્‍સમાં ગીરો રોકડ મેળવી હતી. 7 તોલા સોનું ખાનગી ફાઈનાન્‍સર પાસે રાખેલ હતું. આરોપીઓએ મોટી દમણ, સેલવાસ, ગુંદલાવ, કોલ્‍હાપુર, સાંગલી, મહારાષ્‍ટ્ર પોલીસમાં 14 અને કર્ણાટક પોલીસમાં 9 મળી કુલ 24 જેટલી ચોરીમાં સંડોવણી સામે આવી છે. એલ.સી.બી. પી.આઈ. ઉત્‍સવ બારોટ, એસ.ઓ.જી. પી.આઈ. એ.યુ.રોઝ, વાપી ટાઉન પીઆઈ કે.જે. રાઠોડ ધરમપુર પી.આઈ. એન.ઝેડ ભોયા, સાઈબર ક્રાઈમ પી.આઈ. એન.એન. બુબડીયાની ટીમ વર્ક થકી પોલીસને આંતરરાજ્‍ય રીઢા ઘરફોડ ચોરોને ઝડપી પાડવાની સફળતા મળી છે.
——

Related posts

સરીગામ નોટીફાઇડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની ઈન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ માઈન્‍સ ડિપાર્ટમેન્‍ટ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી રચના

vartmanpravah

બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા વાપીમાં ભવ્‍ય સરસ્‍વતી પૂજન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

નાની દમણના ‘‘કુંભારવાડ ચા રાજા” ગણપતિમહોત્‍સવ આ વર્ષે પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

પારડી ખડકીમાં સરકારી અનાજનો જથ્‍થો સગેવગે થાય તે પહેલાં જાગૃત નાગરિકોએ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

ચીખલીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવાર દ્વારા ધારાસભ્ય અનંત પટેલને આવેદનપત્ર પાઠવી જ્ઞાન સહાયક યોજના રદ્ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ કરાઈ

vartmanpravah

Leave a Comment