જિલ્લા પંચાયતની મહિલા સભ્યોની વધુ હાજરીની લીધેલી નોંધઃ સંસદમાં પાસ કરાયેલ ક્રાંતિકારી 33 ટકા મહિલા આરક્ષણનો ઉલ્લેખ કરી મહિલાઓને નેતૃત્વ લેવા પણ પ્રેરિત કર્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : આજે નવનિર્મિત સોમનાથ ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્યોને દેશની નવી અને જૂની સંસદ નિહાળવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્યોને રાજ્યસભા તરફથી અધિકૃત આમંત્રણ મોકલવાના હોવાનું પણ જણાવ્યું હતું.
ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે જિલ્લા પંચાયતની મહિલા સભ્યોની વધુ હાજરીની નોંધ લેતાં જણાવ્યું હતું કે, આવતાદિવસોમાં દેશની સંસદમાં 33 ટકા મહિલા આરક્ષણ મળવાનું છે. તેમણે મહિલાઓને રાજકીય નેતૃત્વ લેવા ઉત્સાહથી આગળ આવવા પણ પ્રેરિત કર્યા હતા.
અત્રે યાદ રહે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે 50 ટકા આરક્ષણની જોગવાઈ કરવામાં આવેલ છે.