(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.28: દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્ત શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ(વિકાસ) પટેલ અને નવનિયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્પી દમણિયા અને ઉપ પ્રમુખ શ્રીમતી રશ્મિબેન હળપતિનું દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, શ્રી છોટુભાઈ પટેલ અને શ્રી આર.કે.શુક્લાએ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ તથા ઉપ પ્રમુખોને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ તથા નગરપાલિકાના પ્રમુખ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણાં કરી હતી અને તેઓને નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી.