October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના રખોલીમાં ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત મહેસૂલ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21
દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસન દ્વારા આગામી 25મી ડિસેમ્‍બર,2021ના રોજ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસને ‘સુશાસનદિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારના પ્રશાસનિક સુધાર અને લોક ફરિયાદ નિવારણ વિભાગ દ્વારા તા. 20 થી 25 ડિસેમ્‍બર સુધી ‘સુશાસન સપ્તાહ’ તરીકે ઉજવવામા આવી રહ્યું છે. જે સંદર્ભે દાદરા નગર હવેલીના કલેક્‍ટરશ્રીના દિશા-નિર્દેશ મુજબ પ્રશાસનના મહેસૂલ વિભાગ દ્વારા રખોલી ગામ ખાતે આગામી તા.25ી ડિસેમ્‍બરના રોજ સવારે દસ વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા દરમ્‍યાન એક શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મામલતદાર વિભાગ દ્વારા વારસાઈ, જાતિ-આવકના દાખલા અને ડોમિસાઇલ તથા આધારકાર્ડને લગતી અરજીઓ, સર્વે અને બંદોબસ્‍ત વિભાગ દ્વારા માપણી માટે નકશાની નકલ, સ્‍પષ્ટ નંબર માટે, ભાગલા કરવા માટે, એકત્રીકરણ માટેની અરજીઓ, લગ્ન નોંધણી માટે અરજીઓ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ દ્વારા રેશનકાર્ડની અરજીઓ, દાનહ ડીડી એસ.ટી., એસ.સી., ઓ.બી.સી. અને માઈનોરીટી ફાઈનાન્‍શિયલ અને ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન લીમિટેડ દ્વારા પશુ ખરીદી માટે લોન અને અરજીઓ તથા જીલ્લા પંચાયત દ્વારા વિધવા પેન્‍શન માટે અરજીઓ સ્‍વીકારવામાં આવશે.
ઉપરોક્‍ત દરેક અરજીઓ સવારે દસ વાગ્‍યાથી બપોરે દોઢ વાગ્‍યા દરમ્‍યાન જ સ્‍વીકારવામાં આવશે. આ શિબિરમાં પી.ડબ્‍લ્‍યુ.ડી. અને વિદ્યુત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિતરહેશે.

Related posts

દાદરા નગર હવેલી અને દમણમાં હનુમાન જન્‍મોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

વેલપરવાની ગુમ પરણીતા પરત ફરી: પરણીતાએ પોતાના સાસરે અને પિયર જવાની ના કહેતા પોલીસે નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી

vartmanpravah

સમગ્ર પ્રદેશનું ગૌરવ: દમણના ભૂષણ મહેન્‍દ્ર ઓઝાએ સુપ્રિમ કોર્ટ દ્વારા લેવાતી પ્રતિષ્‍ઠિત‘એડવોકેટ ઓન રેકોર્ડ’ પરીક્ષા પાસ કરતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી

vartmanpravah

વલસાડ છીપવાડ અંડરપાસ નજીક રિક્ષા પલ્‍ટી મારતા ચાલક સહિત ચાર મુસાફરો ઘાયલ

vartmanpravah

વાપીમાં નવરાત્રીની સાથે સાથે હેલ્‍થકેરનું આયોજન: પ્રમુખ હિલ્‍સ સોસાયટીમાં કેન્‍સર અવેરનેશ સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

Leave a Comment