વલસાડ કલ્યાણ બાગ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી યોજી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.27: આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકરના સાનિધ્યમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ ભાજપ સફાઈ કામદાર સેલના અધ્યક્ષ શ્રી સુરેશભાઈ મકવાણા તેમજ વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ વલસાડ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પુનેટકર, પ્રભારી શ્રી ચંપકભાઈ પરમારની ઉપસ્થિતિમાં વલસાડ કલ્યાણ બાગ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી તેમજ યાત્રા રૂપે સંગઠનના આગેવાનો સાથે રેલી યોજી ડો. બાબાસાહેબ આંબેડકરની જીવનગાથા વિષે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, જિલ્લા સોશિયલ મીડિયા ઈન્ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, વલસાડ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહિલ દેસાઈ, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી અલકાબેન દેસાઈ, અનુસૂચિત જાતિ મોરચા જિલ્લા મહામંત્રી હેમંત પટેલ, યોગેશ ભાલે, ખજાનચી ભૂપેનભાઈ, વલસાડ તાલુકા મહામંત્રી અમિતભાઈ, ઉપપ્રમુખ કૈલાશભાઇ રાઠોડ, મંત્રી મુકેશભાઈ મેહવાલા, પારડીતાલુકાના મહામંત્રી સુમીતભાઈ ટેલર, ઉમરગામ તાલુકાના ઉપપ્રમુખ રૂપેશભાઈ, રમેશભાઈ જુજ, શ્રી અમીષભાઈ પટેલ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.