મોટી દમણના જમ્પોર ખાતે પક્ષીઘરના લોકાર્પણ કાર્યક્રમમાં પત્રકારો સાથે કરેલી નિખાલસ કબૂલાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : મોટી દમણના જમ્પોર ખાતે પક્ષીઘરના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશમાં પ્રવાસીઓ માટે જોવાલાયક સ્થળો બહુ ઓછા હતા તેમાં રામસેતૂ અને નમો પથ બાદ બીજું કંઇ ઝાઝુ નહીં હતું તેમાં હવે પક્ષીઘરનો ઉમેરો થતાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે એવો વિશ્વાસસાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપરાંત દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ ન.પા. અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, સરકારી અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.