Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના ધોડિયા સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓને સાંસદ કલાબેન ડેલકરના હસ્‍તે ‘‘જ્ઞાન ગૌરવ પુરસ્‍કાર”થી સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીના લોકસભા સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરના વરદ હસ્‍તે શિક્ષણ ક્ષેત્ર દાદરા નગર હવેલી જિલ્લા સ્‍તરીય પ્રશ્ન સ્‍પર્ધામાં વિજેતા જાહેર થયા વિદ્યાર્થીઓને ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્‍કર્ષ સંગઠન દ્વારા વિજ્ઞાન-ગણિત જ્ઞાન ગૌરવ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો હતો. 02 ઓકટોબર 2024ના રોજ મહાત્‍મા ગાંધી જયંતિ અવસર પર જ્ઞાન ગૌરવ પુરસ્‍કારના પ્રમાણપત્રથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
દાદરા નગર હવેલી અને દમણ દીવ સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ પ્રશ્ન મંચ સ્‍પર્ધામાં દાદરા નગર હવેલી જિલ્લા સેલવાસના કલાકેન્‍દ્ર હોલ ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દાદરા નગર હવેલીની પ્રાથમિક ગુજરાતી શાળા મસાટ દ્વિતીય નંબર ક્રમે રહી હતી. તેમજ માધ્‍યમિક શાળા મસાટ પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. જેમને ‘‘જ્ઞાન ગૌરવ પુરસ્‍કાર”થી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવામાં માટે પુરસ્‍કાર કરનાર દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરના હસ્‍તે તમામ વિદ્યાર્થીઓને ગૌરવ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. એ નિમિત્તેભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્‍કર્ષ સંગઠનના પ્રમુખશ્રી અશ્વિનભાઈ એચ. પટેલ ઉપ પ્રમુખ શ્રી પ્રભુભાઈ યુ. પટેલ, મહામંત્રી શ્રી ઉત્તમભાઈ પટેલ, ખજાનચી શ્રી અવિનાશભાઈ પટેલ, મંત્રીશ્રી રવિયાભાઈ પટેલ, સહમંત્રી શ્રી સતિષભાઈ પટેલ, સહ મંત્રી અજિતભાઈ પટેલ, સહ ખજાનચી શ્રી રાજેશભાઈ પટેલ,ᅠ અને કાનૂની સલાહકાર સમિતિના વાઈસ ચેરમેન શ્રી કિશનભાઈ પટેલ સમિતિના સદસ્‍ય શ્રી જીગ્નેશભાઈ પટેલ સહિત કમિટી મેમ્‍બર ઉપસ્‍થિત રહ્યા હતા.ᅠ
ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્‍કર્ષ સંગઠન તમામ પદાઅધિકારીઓએ આવા વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવા માટે સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરની મુલાકાત દરમિયાન સાથે ઉપસ્‍થિત રહી વિરલા વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવાનું કામ કર્યું હતું. આ નિમિત્તે ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્‍કર્ષ સંગઠનના અધ્‍યક્ષ શ્રી અશ્વિનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્‍કર્ષ સંગઠન સંસ્‍થાની અંદર અનેક સામાજિક જનસેવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સૌવ પ્રથમ શિક્ષણ અને સામાજિક સંસ્‍કાર ઉપર કામ કરી રહ્યા છે.
આજે સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરના હસ્‍તે વિજેતા બનનાર તમામ ધોડિયા સમાજના વિદ્યાર્થીઓને જ્ઞાન ગૌરવ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સાંસદશ્રી દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતે માર્ગદર્શન આપવામાંઆવ્‍યું હતું.ᅠ
કાર્યક્રમ દાદરા નગર હવેલી જિલ્લા સરકારી વિભાગ અને શાળાઓએ ઝોન કક્ષાએ લીધો હતો. જેમાં પ્રાથમિક ગુજરાતી શાળાની વિદ્યાર્થીનીઓ કુ. સુદીક્ષાબેન વેસ્‍તાભાઈ પટેલ ધોરણ -8 તેમજ કુ. રિયાબેન વસંતભાઈ પટેલ ધોરણ -8 ફાઇનલમાં પ્રવેશી દ્વિતીય કામે વિજેતા થયા હતા. જ્‍યારે માધ્‍યમિક ગુજરાતી શાળા મસાટ શ્રી નૈતિકભાઈ રાજેશભાઇ પટેલ, ધોરણ-10 અને કુ. ખુશીબેન અરુણ સિન્‍હા ધોરણ – 9 આ બંને વિદ્યાર્થીઓ જિલ્લા સ્‍તરીય સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે આવ્‍યા હતા. માધ્‍યમિક ગુજરાતી શાળા મસાટના આચાર્ય શ્રી દોલતસિંહ પ્રભાતસિંહ સોલંકીના નેતૃત્‍વમાં શિક્ષક શ્રી નટવરસિંહ ગોહિલ તેમજ રીંકલબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરી સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. જ્‍યારે પ્રાથમિક ગુજરાતી શાળા મસાટના શિક્ષક શ્રીમતી મીનલબેન આર સોલંકી સાથે મુખ્‍ય શિક્ષક શ્રી રણજીતભાઈ મગનભાઈ પટેલના માર્ગદર્શનમાં અને સહયોગી શ્રી જીતેન્‍દ્ર દયારામભાઈ નરોલીયા અને આ કાર્યક્રમ માટે અને સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રીમતી સેફાલીબેન પટેલ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શનથી ઝોનલ લેવલ જિલ્લા સ્‍તરીય આ સ્‍પર્ધામાં મસાટની પ્રાથમિક ગુજરાતી શાળા મસાટ અને માધ્‍યમિક શાળા મસાટના વિદ્યાર્થીઓએ અગ્ર ક્રમ પ્રાપ્ત કર્યા છે.

Related posts

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણની સાથે ઉભા થયેલા અનેક પ્રશ્નો…

vartmanpravah

કલસરમાં જીએસપીસીની ગેસ લાઈનમાં ભંગાણ થતા આગ ભભૂકી ઉઠી

vartmanpravah

ભાજપની વિચારધારા અને પ્રધાનમંત્રી મોદીની વિકાસલક્ષી રાજનીતિની જીત : દમણ જિ.પં. પ્રમુખ નવીનભાઈ પટેલ

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા ‘‘મારી માટી મારો દેશ” અભિયાનની સાથે થયું વિવિધ કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

ચૂંટણી પંચના દિશા-નિર્દેશ મુજબ દાનહના કલેક્‍ટર તરીકે ડો. રાકેશ મિન્‍હાસઃ દમણના કલેક્‍ટરનો વધારાનો હવાલો નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતના શિરે

vartmanpravah

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah

Leave a Comment