Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા ‘‘મારી માટી મારો દેશ” અભિયાનની સાથે થયું વિવિધ કાર્યક્રમોનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.10: 15 મી ઓગસ્‍ટ 2023 ભારત દેશ સ્‍વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. દેશની આઝાદી અને દેશ માટે જેઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્‍યું છે એવા માતૃભૂમિના સ્‍વતંત્રતા અને ગૌરવની રક્ષા માટે પોતાનું જીવન બલિદાન આપનારા વીરોને નમન કરવું અને એમને શ્રદ્ધાંજલિ આપી એ આપણી સૌની ફરજ છે

પારડી નગરપાલિકા પણ આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત મારી માટી મારો દેશ, વીરોને નમન, વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત 1. શીલા ફલકમનું સમર્પણ 2. પંચ પ્રણપ્રતિજ્ઞા અને સેલ્‍ફી 3. વસુધા વંદન 4. વીરોને વંદન જેવા કાર્યક્રમો આજરોજ પારડી નગરપાલિકા ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનમાં ઉજવવામાં આવ્‍યા હતા.આ પ્રસંગે સૌપ્રથમ પારડી પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા આસિસ્‍ટન્‍ટ સબ ઈન્‍સ્‍પેક્‍ટર સ્‍વ. રમેશભાઈ મગનભાઈ પટેલ જેવો ધાડપાડુ સામેની લડાઈમાં શહીદ થયા હોય એમની સ્‍મૃતિમાં એક શીલા ફકલમ બનાવી તેમને શ્રદ્ધાંજલિ આપી એમના કુટુંબને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ નગરપાલિકા ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ જેવા હોદ્દાઓ સંભાળી ચૂકેલ મહાનુભાવો તથા આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત નગરના પ્રભૂદ્ધ નાગરિકોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

ત્‍યારબાદ દિલ્‍હીમાં બનનાર અમૃત વાટિકામાં સમગ્ર ગુજરાતની માટીઓનો ઉપયોગ થવાનો હોય ઉપસ્‍થિતિ દરેક લોકોએ પોતાના હસ્‍તે રાખેલ કુંજમાં પોતાના હસ્‍તે માટી એકત્ર કર્યા બાદ પ્રતિદિન માતૃભૂમિ માટે જીવવું સમયની દરેક ક્ષણ અને જીવનના પ્રત્‍યેક કણમાં ભોમને અર્પણ કરીએ એ જ સ્‍વતંત્ર સેનાનીઓને આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે હોવાના પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ત્‍યારબાદ ખૂબ સુંદર રીતે બનાવેલ સેલ્‍ફી પોઈન્‍ટમાં સૌએ સેલ્‍ફીઓ લેવાનો આનંદ મળ્‍યો હતો અને ત્‍યારબાદ વસુધા વંદન ખાતે મહાનુભવોના હસ્‍તે વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ કાર્યક્રમ પૂર્ણ થયોહતો.આમ ખૂબ જ ટૂંકા ગાળામાં આયોજિત આ કાર્યક્રમ નગરપાલિકાના ચીફ ઓફિસર બી.બી. ભાવસારના કુનેહ અને સુંદર આયોજનથી ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
આજના આ કાર્યક્રમમાં પારડી નગર પાલિકાના ઓફિસર બી.બી. ભાવસર, નગરપાલિકાના તમામ સ્‍ટાફ, ભૂતકાળમાં પાડી નગરપાલિકા ખાતે સેવા બજાર ગયેલ પ્રમુખો ઉપપ્રમુખો નગરપાલિકાના માજી સદસ્‍યો ગામના પ્રબુદ્ધ નાગરિકો સૌ ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

વાપી ચણોદ ખાતે રહેતો વિદ્યાર્થીએ વાપી ડેપોને રૂટ બોર્ડ ભેટમાં આપ્‍યું

vartmanpravah

વાપીમાં કરાટે ટ્રેનિંગના 27 વર્ષ પૂર્ણ કરતા હાર્દિક જોશી, વાપીમાં થઈ ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સેલવાસની તિરુપતિ રેસીડેન્‍સીમાં ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલીના વાંઝણા ગામે કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગના બનાવના બીજા દિવસે ટાંકલ આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર હેઠળ 18 પૈકી 11 વિદ્યાર્થીઓને રજા અપાઈ

vartmanpravah

વાપીની કંપનીમાં નોકરી કરતા વલસાડ માલવણના એન્‍જિનિયર યુવાને ઘરમાં કામ કરતો રોબોટ બનાવ્‍યો

vartmanpravah

મસાટ ગામે દુર્ઘટનામા ઘાયલ ત્રણ યુવાઓમાથી એકનુ સારવાર દરમ્યાન મોત 

vartmanpravah

Leave a Comment