October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણની સાથે ઉભા થયેલા અનેક પ્રશ્નો…

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ વીજળી વિતરણ પ્રણાલીની ખાનગીકરણ પ્રક્રિયામાં કયા નિયમોનું પાલન કરવામાં આવ્‍યું નથી? સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની વીજળી વિતરણ વ્‍યવસ્‍થાનાખાનગીકરણની પ્રક્રિયામાં નિયમોનું પાલન નહીં થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
જેમાં કેટલાક પ્રશ્નો જેવા કે (1) કોઈપણ પ્રદેશ અથવા વિભાગ, કોર્પોરેશન, બોર્ડ, કંપનીનું ખાનગીકરણ કરતા પહેલા તે પ્રદેશ અથવા રાજ્‍યની વિજળીના દરો નક્કી કરનાર જેઈઆરસી જેવી સ્‍વતંત્ર ગ્રાહક સુરક્ષા સંસ્‍થાની મંજૂરી લેવી જરૂરી છે, શું સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને દાદરા નગર હવેલી વિદ્યુત વિતરણ નિગમ અને દમણ-દીવ વિદ્યુત વિભાગના ખાનગીકરણની પ્રક્રિયા પહેલા જેઈઆરસીની મંજુરી લીધી છે?
શું જેઈઆરસીએ આ મુદ્દ ઉપર જન સુનાવણી હાથ ધરી છે.
(ર) સંઘપ્રદેશ પ્રશાસનને દમણ-દીવ સરકારી વિદ્યુત વિભાગના પ્રથમ કોર્પોરેશનની રચના કરી કે સરકારી વિભાગની હરાજી માટે સીધા ટેન્‍ડર બહાર પાડ્‍યા?
(3) શું કેન્‍દ્રશાસિત પ્રદેશ પ્રશાસને દમણ-દીવ વીજ વિભાગના સરકારી કર્મચારીઓના અભિપ્રાય અને હિત માટે કોઈ પ્રક્રિયાનું પાલન કર્યું હતું?
(4) દાદરા નગર હવેલી વિદ્યુત વિતરણ નિગમ અને દમણ-દીવ વિદ્યુત વિભાગના વિલીનીકરણ અને સંયુક્‍ત નિગમની રચના પહેલા અને સંયુક્‍ત નિગમનો હિસ્‍સો નક્કી કરતા પહેલા, 51 ટકા શેર માટે બિડ કેવીરીતે આમંત્રિત કરવામાં આવી?
(5) સંઘપ્રશાસન દ્વારા દાદરા નગર હવેલી વિદ્યુત વિતરણ નિગમ અને દમણ-દીવ વિદ્યુત વિભાગની અંદાજિત રૂા.360 કરોડની મૂળ કિંમત કયા આધારે નક્કી કરી?
(6) શું પ્રશાસને દાદરા નગર હવેલી અને દમણ-દીવના લગભગ 1 લાખ 45 હજાર વીજ ગ્રાહકોનો અભિપ્રાય જાણ્‍યો હતો?
(7) 24 નવેમ્‍બર 2021 ના રોજ દાનહ અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રિબ્‍યુશન કોર્પોરેશન લિમિટેડની રચના પર કેન્‍દ્રીય કેબિનેટની મહોર પછી, કેન્‍દ્રશાસિત પ્રદેશ પ્રશાસને સંયુક્‍ત નિગમની પ્રક્રિયા પૂર્ણ કરી છે?
(8) દાનહ અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રિબ્‍યુશન કોર્પોરેશન લિમિટેડને શેર ફાળવવામાં આવ્‍યા છે?
(9) પ્રશાસન દ્વારા ટોરેન્‍ટ પાવરને સબમિટ કરવામાં આવનાર એલઓઈ(લેટર ઓફ ઈન્‍ટેન્‍ટ)માં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ચાલી

Related posts

દાનહમાં હોલીકા દહન કરાયું

vartmanpravah

ભીડભંજન મહાદેવ દેવાલય સ્‍થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્‌ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

vartmanpravah

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અને દીલ્‍હીમાં સર્જાયેલ ગોઝારા આગની ઘટનાને પગલે સંઘપ્રદેશ પ્રશાસન જાગ્‍યું દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરે ફાયર સેફટીને લઈને જાહેરનામુ બહાર પાડયું

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બેડમિન્‍ટન સિંગલ અને ડબલ્‍સ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

આગામી લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવની બેઠક જીતનું પુનરાવર્તન કરશેઃ કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેનો વિશ્વાસ

vartmanpravah

Leave a Comment