January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

આધાર કાર્ડ, આયુષ્‍યમાન કાર્ડ, આવક-જાતિના દાખલા સહિત 713 નાગરિકોની અરજીનો નિકાલ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વાપી નગરપાલિકા દ્વારા તા.4 ઓક્‍ટોબરના રોજ શુક્રવારે ચલા ઝોન કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વિવિધ કચેરીઓ દ્વારા આધાર કાર્ડ, આયુષ્‍યમાન કાર્ડ, મેડિકલ સેવાઓ, નગરપાલિકાની સેવાઓ, ડીજીવીસીએલની સેવાઓ, આંગણવાડીની સેવાઓ, બેંકિંગ સેવાઓ, સમાજ કલ્‍યાણની સેવાઓ, આવક અને જાતિના દાખલા, વિધવા વૃદ્ધ પેન્‍શન સહિતની વિવિધ સેવાઓ આપવામાં આવી હતી. જેમાં 713 નાગરિકોની અરજીઓનો નિકાલ કરાયો હતો.
વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ, કારોબારી ચેરમેન મનોજભાઈ, વાપી નગરપાલિકા ચીફ ઓફિસર કોમલબેન ઘીનૈયા, વાપી શહેર સંગઠન પ્રમુખ સતીષભાઈ પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્‍પેશ દેસાઈ, વાપી મહામંત્રીશ્રીઓ, વાપી નગરપાલિકાનાં સભ્‍યશ્રીઓ તથા વાપી નગરપાલિકા તથા મામલતદાર કચેરી વાપી તથા વિવિધ સરકારી વિભાગોનાઅધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Related posts

ઠંડીમાં મીઠી નિંદર માણી રહેલાને વળ્‍યો પરસેવો: પારડી તાલુકા તથા શહેરી વિસ્‍તારમાં વિજીલન્‍સના દરોડા

vartmanpravah

દમણની દેવકા શાળાથી ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનની પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ કરાવી શરૂઆત

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પીપરીયા પુલ નજીક ટ્રકની ટક્કર લાગતા સ્‍કૂટી સવાર યુવતી ઘાયલ થતાં સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પ્રતિનિધિ મંડળે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની લીધેલી મુલાકાત

vartmanpravah

દાદરાની ગુજરાતી માધ્‍યમ હાઈસ્‍કૂલની વિદ્યાર્થીનીઓએ શિક્ષિકા વિરૂદ્ધ કલેક્‍ટરશ્રીને કરેલી ફરિયાદ

vartmanpravah

Leave a Comment