Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા દ્વારા તમિલનાડુના ચૈન્નાઈ ખાતે એસ.આર.એમ. કોલેજમાં રાષ્ટ્રીય યુવા સંસદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દેશભરમાંથી 300થી વધુ ભાજપના યુવા કાર્યકર્તાઓએ પ્રતિનિધિત્‍વ કર્યું હતું.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તરફથી પ્રદેશભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલના માર્ગદર્શનમાં યુવા મોર્ચા પ્રમુખ શ્રી વિશાલ પટેલની આગેવાનીમાં યુવા મોર્ચાના ઉપ પ્રમુખ શ્રી ચંદ્રગીરી ટંડેલ અને શ્રી ચિંતક સોલંકી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય ભાજપ યુવા મોર્ચાની યુવા સંસદ એક અદ્‌ભુત અને સૌપ્રથમ પહેલ છે જે યુવા શક્‍તિને દેશના વિકાસ અને પ્રગતિ અંગે પોતાના વિચાર વ્‍યક્‍ત કરવા માટે એક મંચ પ્રદાન કરવામાં આવે છે અને યુવાઓને રાજનીતિમાં પ્રતિનિધિત્‍વ કરે છે.
યુવાઓ ફક્‍ત લાભાર્થી જ નહીં પરંતુ આપણા દેશના વિકાસમાં ભાગીદાર પણ છે. આ કાર્યક્રમ યુવા કાર્યકર્તાઓની અભિવ્‍યક્‍તિને મુખર કરવા, અનેક રાષ્ટ્રીય મુદ્દા પર અનુસંધાન કરવા અને સંસદીય પ્રક્રિયાઓને સમજવામાં મદદગાર સિદ્ધ થશે.
કાર્યક્રમનું ઉદ્‌ઘાટન ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડા દ્વારા વર્ચ્‍યુઅલી કરવામાં આવ્‍યું હતું. એમણે સંબોધનમાં રાજનીતિમાં યુવાઓની ભાગીદારીનું મહત્‍વ અંગે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ભાજપ યુવા મોર્ચા રાષ્ટ્રીય અધ્‍યક્ષ શ્રી તેજસ્‍વી સૂર્યા ઉપસ્‍થિત રહી લોકો સાથે નેતૃત્‍વ અને રાજનીતીમાં પોતાના અનુભવો વ્‍યક્‍ત કર્યા હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી તરુણ ચુઘ અને તમિલનાડુના અધ્‍યક્ષ શ્રી અન્નામલાઈ પણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી યુવા સંસદને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં માર્ગદર્શન માટે જૂરીનાસભ્‍યોના રૂપે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય યુવા સંસદ કાર્યક્રમમાં શિક્ષણ, આરોગ્‍ય, રોજગાર, પર્યાવરણ સંરક્ષણ વગેરે જેવા રાષ્ટ્રીય મહત્‍વના વિવિધ વિષયો પર ચર્ચા અને પ્રસ્‍તુતિ સામેલ કરવામાં આવી હતી.

Related posts

કપરાડા બાયફ કેમ્‍પસ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામા આવી હતી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં વર્ષોથી રેગ્‍યુલર સરકારી નોકરી માટેની ભરતીઓ નહીં કરાતા પ્રદેશના શિક્ષિત બેરોજગારો હતાશ

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાકક્ષાએ જંત્રી રિવિઝન અંગે સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠન દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ 21મી જૂનની ઉજવણી સંદર્ભે કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

Leave a Comment