August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

ભાજપની વિચારધારા અને પ્રધાનમંત્રી મોદીની વિકાસલક્ષી રાજનીતિની જીત : દમણ જિ.પં. પ્રમુખ નવીનભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
ભારતના પાંચ પ્રદેશો પૈકી ચાર પ્રદેશોમાં ભાજપની બદલ દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે મતદાતાઓ, સમર્થકો નો આભાર માની અભિનંદન પાઠવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશના ચાર રાજ્‍યોમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત દર્શાવે છે કે, દેશ ભાજપની આ જીત અને પ્રગતિ રથને ગતિમાં રાખવા માંગે છે. ફરીથી વિકાસ અને રાષ્‍ટ્રવાદનો ભવ્‍ય વિજય થયો છે. આ ચારેય રાજ્‍યોના યુવાનો, ગરીબો અને ખેડૂતોની આશાઓની જીત છે.
આ ભવ્‍ય જીત પાંચ વર્ષના વિકાસ અને મજબૂત નેતળત્‍વમાંજનતાના વિશ્વાસનો વિજય છે. ભાજપના કરોડો કાર્યકરો વતી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, આધુનિક ચાણકય, દેશના ગળહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ શ્રી જે. પી. નડ્ડાને હાર્દિક અભિનંદન પાઠવું છું. તેમજ તેમના નેતળત્‍વમાં ચાર રાજ્‍યોના સપનાને સાકાર કરવા સંકલ્‍પબદ્ધ છીએ. ચારેય રાજ્‍યોમાં ભાજપની જંગી જીત માટે દેવતુલ્‍ય જેવા મતદારો, ભાજપના તમામ કાર્યકરો અને સમર્થકોનો શ્રી નવિનભાઈ પટેલે હૃદયપૂર્વક આભાર માની, અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

સેલવાસની પ્રાથમિક કેન્‍દ્ર શાળા હિન્‍દી માધ્‍યમના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃકતા રેલી યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના ચીમલા ફાટક નેશનલ હાઈવે પર જીવના જોખમે હાઈવે ક્રોસ કરતા વાહન ચાલકોની લાંબા સમયની સમસ્‍યાનો અંત ક્‍યારે આવશે?

vartmanpravah

વલસાડના એમ માર્ટ- મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાંથી વસુધારા ડેરીના નકલી ઘી ના પાઉચ મળતા ચકચાર

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે ચીખલીના ઘેકટીમાં કાવેરી નદીને મળતા કોતરમાં છોડાતા પ્રદૂષિત પાણી અંગે જીપીસીબી દ્વારા સેમ્‍પલો લઈ તપાસ હાથ ધરાઈ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં આઈટી વિદ્યાર્થીઓ માટે ટેક ટેલ્‍ક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવમાં 400 વર્ષ પૌરાણિક શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં અલૌકિક ઘી ની પૂજાથી શિવ ઝાંખી ના દર્શન

vartmanpravah

Leave a Comment