October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કલસરમાં જીએસપીસીની ગેસ લાઈનમાં ભંગાણ થતા આગ ભભૂકી ઉઠી

જીઇબી અને જીએસપીસી વચ્‍ચે સંકલનનો અભાવ સામે આવ્‍યો : આગને લઈ આંબાનું ઝાડ બળીને ખાખ, સદનસીબે કોઈ જાનહાની નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: ગ્રામ પંચાયતહોય કે પછી નગરપાલિકા સહિત કોઈપણ વિસ્‍તારમાં જીઇબી કે જીએસપીસી આ બંને કંપનીઓએ કોઈપણ કાર્ય કરવું હોય તો એકબીજાના સંકલનમાં રહી જે તે વિસ્‍તારમાં એકબીજા ના કર્મચારીઓ સ્‍થળ પર હાજર રાખી કોઈપણ કામગીરી કરતા હોય છે જેથી કોઈ દુર્ઘટના બનવા ન પામે.
પરંતુ કલસર ગામની હદમાં ઉદવાડા ગામ તરફ જવાના રોડ પર હાલમાં જીઇબી દ્વારા અંદર ગ્રાઉન્‍ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી દરમિયાન જીઈબી દ્વારા ઉદવાડા ગામ તરફ જતા રસ્‍તા પર આવેલ જૈન વિલા નામના બંગલાની બાજુમાં રોડ ઉપર અંદર ગ્રાઉન્‍ડ કેબલ માટે ડ્રીલીંગ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જીએસપીસીની ગેસ લાઇન પણ ત્‍યાંથી જ પસાર થતી હોય ડ્રિલિંગ દરમિયાન આ ગેસ લાઇનમાં ભંગાણ થતા આગ ફાટી નીકળી હતી. આ આગની જ્‍વાળાઓ એટલી ભયંકર અને ઉંચી હતી કે બાજુમાં આવેલ જૈન વિલા નામના બંગલાનું આંબાનું ઝાડ બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઘટના સ્‍થળે ઉમટી પડ્‍યા હતા.
પારડી પોલીસ તથા જીએસપીસી ગેસ કંપનીના કર્મચારીઓ પણ ઘટના સ્‍થળે પહોંચી ગેસ લાઇન બંધ કરી આગને કાબુમાં કરી દીધી હતી.
જોકે આ ઘટના અંગે જીઈબી અને જીએસપીસી ગેસ લાઇન કંપની વચ્‍ચે કોઈ વાટાઘાટો કે સંકલનથયું ન હોવાનું બહાર આવ્‍યું હતુ. કારણ કે ડ્રીલીંગ સમયે જીએસપીસી ગેસ કંપનીના કોઈ કર્મચારી સ્‍થળ પર હાજર ન હોય જેને લઇ આ આગની ઘટના બનવા પામી હોવાનું બહાર આવ્‍યું છે.
ઘટનાની જાણ થતાં કલસર ગામના સરપંચ મનોજ પટેલ તથા કિકરલા ગામના સરપંચ પણ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા.

Related posts

કપરાડા-નાસિક રોડ ઉપરથી મૃત પશુઓ ભરેલ કન્‍ટેનર ઝડપાયું

vartmanpravah

વડાપ્રધાનના રાષ્‍ટ્રીય બાળ પુરસ્‍કાર માટે ગુણવાન અને બહાદુર બાળકોનું નામાંકન શરૂ

vartmanpravah

જેસીઆઈની મહાત્‍મા ઝોન કોન્‍ફરન્‍સ નવસારી ખાતે યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજી

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

સુરંગી પંચાયતમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment