(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સુરત, તા.09: ભારતની અગ્રણી જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓમાંની એક એસબીઆઈ જનરલ ઈન્શ્યોરન્સે એસબીઆઈજી હેલ્થ સુપર ટોપ-અપના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્રોડક્ટ કોર્પોરેટ કે પર્સનલ કોઈ પણ પ્રકારના પ્રોવાઈડર તરફ થી કોઈ પણ વર્તમાન હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીને સરળતાથી પૂરક બનાવતા તેમની હાલની પોલિસીને વધારવા માટે ઈન્શ્યોરન્સ ઈચ્છતા લોકો માટે વર્સેટાલિટી ઓફર કરે છે.
એસબીઆઈજી હેલ્થ સુપર ટોપ-અપ જણાવેલા નોંધપાત્ર લાભો ઓફર કરે છેઃ ફલેક્સિબલ વાર્ષિક એગ્રી ગેટેડ ડિડક્ટેબલ અને લાંબાગાળાના એગ્રી ગેટેડ ડિડક્ટેબલ વિકલ્પો. રૂા. 5 લાખથી રૂા. 4 કરોડ સુધીની રેન્જનો સમ એશ્યોર્ડ અને રૂા. 2 લાખથી રૂા. 2 કરોડ સુધીના કપાત વિકલ્પો. કયુમ્યુલેટિવબોનસ (સીબી)-જો ક્લેઇમ થાય તો સીબીમાં કોઈ ઘટાડો નહીં. સંબંધિત અને/અથવા બિનસંબંધિત બીમારી/ઈજા માટે અનલિમિટેડ રિસ્ટોર. વેઈટિંગ પીરિયડ ઘટાડવા માટે નો વિકલ્પ. ગ્લોબલ કવર. 3 વર્ષ સુધીના લાંબા ગાળાના પોલિસી વિકલ્પો. 18-25 વર્ષના લોકો માટે રૂા. 3,377 થી શરૂ થતા સ્પર્ધાત્મક પ્રીમિયમ.
