July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: કળિયુગના અંતમાં જ્‍યારે દુઃખોની અતિ થઈ જાય છે, ત્‍યારે વિશ્વભરના સર્વ મનુષ્‍ય આત્‍માઓને ગતિ-સદ્‌ગતિ આપવા તથા અધર્મનો નાશ અને પુનઃસત્‌ધર્મની સ્‍થાપના કરવા આપણા સૌના પ્‍યારા નિરાકાર પરમપિતા પરમાત્‍મા શિવ આ ભારત ભૂમિ પર અવતરિત થાય છે.
આપ સર્વેને જણાવવાનું કે, તા.8મી માર્ચ, 2024ને શુક્રવારના શિવજયંતિની સાથે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસનો અનોખો સંગમ થઈ રહ્યો છે. આ શુભ અવસર પર બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય વાપી શાખા તરફથી એક અદ્‌ભૂત ત્રિ-દિવસીય આધ્‍યાત્‍મિક મેળાનું આયોજન છરવાડા રોડના કોર્નર (હાઈવે) પર 8, 9 અને 10 માર્ચ સુધી લોકોના લાભાર્થે કરવામાં આવ્‍યું છે. જે વિનામૂલ્‍યે રહેશે.
8 માર્ચે ‘શિવ-શક્‍તિ દર્શન આધ્‍યાત્‍મિક મેળા’નું ઉદ્‌ઘાટન વાપીના શિવેષ મહાનુભાવો તથા શિવની શક્‍તિઓ- મહિલાઓ દ્વારા કરવામાં આવશે. 8 માર્ચે સવારે 7.30 વાગ્‍યે મેળાના ઉદ્‌ઘાટનના શુભ અવસર પર આવનાર દરેક મહિલાનું ભાવભીનું સ્‍વાગત તેમજ સન્‍માન કરવામાં આવશે.
આ અનોખા મેળામાં મહિલા સશક્‍તિકરણ પ્રદર્શન, બાર જ્‍યોતિર્લિંગમ્‌ દર્શન, રોડ સેફટી માર્ગદર્શન, પરમાત્‍મા શિવના સહષા દર્શન, ભારત માતા શક્‍તિ અવતારની ઝાંખી, આધ્‍યાત્‍મિક ચિત્રપ્રદર્શન તેમજ વ્‍યસન મુક્‍તિ માટે જ્ઞાન-યજ્ઞકુંડ રાખામાં આવશે. આ બધું અવલોકન કરવા માટે 9 માર્ચે સવારે 8થી રાત્રે 8 સુધી તથા 9 અને 10 માર્ચે સાંજે 4 થી 8 સુધી મેળો દરેક વર્ગ, ધર્મ અને જાતિના ભાઈ-બહેનો માટે વિનામૂલ્‍યે ખુલ્લો રાખવામાં આવશે.
વાપી તથા આસપાસ વિસ્‍તારના ભાવિક ભક્‍તોને સહ પરિવાર આ મેળામાં પધારવા વાપી બ્રહ્માકુમારી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. મેળા પછી 11 થી 17 માર્ચ સુધી બ્રહ્માકુમારી આનંદ નગર, છરાડા રોડ સ્‍થિત સેવા કેન્‍દ્ર પર દિવસમાં 3 બેચ (એક કલાક)માં તણાવ મુક્‍તિ માટે રાજયોગ- મેડિટેશનનો ટ્રેનિંગ કોર્સ વિનામૂલ્‍યે રાખવામાં આવ્‍યો છે જે માટેના ફોર્મ મેળામાં ભરી શકાશે.

Related posts

લોકોની સેવા માટે ‘ઉત્તર ભારતીય વિકાસ સંગઠન દાનહ’ દ્વારા એમ્‍બ્‍યુલન્‍સનું કરાયું લોકાર્પણ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક સરકારી શાળાના વિદ્યાર્થીઓ બન્‍યા બેફામ : સ્‍કૂલ છુટવાના સમયે રોડ પર મારામારીના બનેલા બનાવો : શાળા છુટવાના સમયે પોલીસ બંદોબસ્‍ત રાખવો જરૂરી

vartmanpravah

દાનહ જિ.પં.ની કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે દિપક પ્રધાનઃ જાહેર બાંધકામ સમિતિના અધ્‍યક્ષ બનતા વિપુલ ભુસારા

vartmanpravah

દીવમાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શિવરાત્રી શ્રાવણ માસ ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશમાંથી કુપોષણની સમસ્‍યા દુર કરવા ભાજપ પ્રદેશ મહિલામોરચાનો સક્રિય પ્રયાસ: અથાલ ગામે કુપોષિત બાળકોને ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કરાયુ

vartmanpravah

વલસાડ નાની ભાગળ દરિયા કિનારે બોટમાં દમણથી લવાયેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

Leave a Comment