(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.09: ચીખલી તાલુકા સેવા સદનના કેમ્પસમાં બગીચા ફરતેના વોક-વે ના પેવર બ્લોક બેસી જતા સિમેન્ટ કોન્ક્રીટની પારોળી અને પેવર બ્લોક વચ્ચે મસમોટી ગેપ પડી જવા પામી છે. સેવા સદનમાં દિવસભર લોકોની મોટાપાયે અવર-જવર રહેતી હોય તેવામાં કોઇનો પગ ફસી જવા સાથે ઇજા પણ થાય તેવી સ્થિતિ ઉદ્દભવી છે. ત્યારે તંત્ર દ્વારા વોક-વેનું ઝડપથી મરામત કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.
