April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ભાજપ લઘુમતી મોરચાની રાષ્ટ્રીય વર્ચ્‍યુઅલ મીટિંગ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.01
ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્‍યક્ષ શ્રી જમાલ સિદ્દીકીજીના આદેશ મુજબ અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દિપેશ ટંડેલના માર્ગદર્શન હેઠળ આજે ભારતીય જનતા પાર્ટીની દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ લઘુમતી મોરચાની બેઠકનું આયોજન પ્રદેશ મોર્ચાના પ્રમુખ શ્રી શૌકતભાઈ મીઠાણીની અધ્‍યક્ષતામાં કરવામાં આવ્‍યું હતું. ભાજપ લઘુમતિ મોરચાના રાષ્ટ્રીયમંત્રી શ્રી સૈયદ ઈબ્રાહીમજીએ આ સભાને વર્ચ્‍યુઅલ રીતે સંબોધી હતી.
શ્રી સૈયદ ઈબ્રાહીમજીએ તેમના સંબોધનમાં જણાવ્‍યું હતું કે કેન્‍દ્રમાં મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર લઘુમતી મોરચો 6 જૂનથી 8 જૂન દરમિયાન દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહ્યું છે. તેમણે આ બાબતે ઉપસ્‍થિત કાર્યકરોને માર્ગદર્શન આપ્‍યું હતું.
કેન્‍દ્રશાસિત પ્રદેશ 3ડીમાં પણ લઘુમતી મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી શૌકતભાઈ મીઠાણીની આગેવાની હેઠળ ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે અને આ સંદર્ભે રાષ્ટ્રીય મંત્રીને પણ માહિતી આપવામાં આવી હતી.
શ્રી સૈયદ ઈબ્રાહીમે રાજ્‍ય ભાજપના લઘુમતી મોરચાના કાર્યની પ્રશંસા કરી હતી અને શ્રી શોકતભાઈ મીણાણીના નેતૃત્‍વની પણ પ્રશંસા કરી અને મોરચાની પ્રવૃત્તિઓથી વાકેફ હોવા બદલ સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો.
આજની બેઠક બાદ મોરચાના અધિકારીઓ શ્રીમતી આબેદાબેન અને શ્રી જાવેદને તેમના જન્‍મદિવસ નિમિત્તે પુષ્‍પગુચ્‍છ આપીને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.
આજની બેઠકમાં લઘુમતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી શોકતભાઈ મીઠાણી, પ્રદેશ ભાજપ મીડિયા સંયોજક શ્રી મજીદ લધાણી ઉપરાંત લઘુમતી મોરચાના રાજ્‍ય પદાધિકારીઓ અને દમણ જિલ્લા લઘુમતી મોરચાના મુખ્‍ય પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

ધરમપુર પોલીસે તિસ્‍કરી ચાર રસ્‍તાથી દારૂના જથ્‍થા સાથે બે કાર ઝડપી પાડી

vartmanpravah

ધરમપુર માન નદીના પુલ ઉપરથી ભૂસકો મારી યુવકે મોત વહાલું કર્યું

vartmanpravah

અયોધ્‍યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્‍મ ભૂમિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્‍યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે

vartmanpravah

આદિવાસી સંસ્‍કળતિને ઉજાગર કરતી દીપક ચોપડિયાનો આલ્‍બમ ઢંગી ખજુરી પાર્ટ ટુ-નું થનારું લોન્‍ચિંગ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરેલી પસંદગીને આવકારવા ગ્રામસભાનું આયોજન

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્‍યે વિશેષ ગ્રામસભા

vartmanpravah

Leave a Comment