November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી થર્ડફેઝ રોડ ઉપર રીક્ષામાં સ્‍ટંટ કરવો ભારે પડયો : પોલીસે રીક્ષા ચાલક સહિત બેની અટકાયત કરી

રીક્ષા ચાલક રૂપેશ મંડલ અને સ્‍ટંટ કરનાર દુર્ગેશ મંડલની સામેકાર્યવાહી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપીમાં રીલ બનાવવાની ઘેલછામાં આજકાલ ચાલુ વાહનમાં સ્‍ટંટ કરવાના કિસ્‍સા વધી રહ્યા છે તેવો વધુ એક બનાવ વાપી જીઆઈડીસી થર્ડ ફેઝ રોડ ઉપર એક રીક્ષામાં લટકી જોખમી રીતે અકસ્‍માત સર્જાય તેવો સ્‍ટંટ કરવા જતા રીક્ષા ચાલક અને સ્‍ટંટ કરનાર બન્ને યુવાનો પોલીસને અડફેટે ચઢતા બન્નેની અટકાયત કરી પોલીસે કાર્યવાહી કરી હતી.
વાપી ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનના જવાન સર્જનસિંહ કિરણસિંહ અને જયવિરસિંહ અસવાર ગુરૂવારે રાત્રે થર્ડફેઈઝ રોડ ઉપર પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન મુખ્‍ય રોડ ઉપર પાણીની ટાંકી નજીક રીક્ષા નં.જીજે 15 એડબલ્‍યુ 2859 માં એક યુવાન બેફામ ચાલતી રીક્ષામાં બહાર લટકી જોખમી સ્‍ટંટ કરતો જોવા મળ્‍યો હતો. બન્ને પોલીસ જવાનોએ રીક્ષાને અટકાવી હતી. રીક્ષા ચાલક રૂપેશ મોહન મંડલ અને સ્‍ટંટ કરનાર દુર્ગેશ કણી મંડલ બન્ને રહે.કોચરવા વડીયાવાડ મૂળ રહે.બિહારની અટકાયત કરી હતી. જાહેરમાં લોકોની જીંદગી જોખમમાં મુકવા બદલ ગુનો નોંધી વધુ આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી. અટકાયત બાદ બન્ને આરોપી પડી ભાંગ્‍યા હતા અને પોલીસ સમક્ષ માફી માગી હતી.

Related posts

નવસારી જિલ્લાનું ઐતિહાસિક વારસો ધરાવતું દાંડી

vartmanpravah

પારડી હાઈવે ઉપર કન્‍ટેનર અને ટ્રેલર ધડાકાભેર ભટકાયા: ચાલક બે કલાક કેબિનમાં ફસાયેલો રહ્યો

vartmanpravah

છેલ્લા ઍકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નવસારી ઍલસીબી પોલીસ

vartmanpravah

સેલવાસ સાંઈ મંદિર નજીક મોપેડ સ્‍લીપ થતાં યુવતી ઘાયલ

vartmanpravah

કપરાડાના મોટાપોંઢા ગાંધી આશ્રમમાં બાળકોએ વિવિધ પ્રવૃતિઓ કરી બાળ દિવસની ઉજવણી કરી

vartmanpravah

વાપીમાં ટેમ્‍પોથી પત્રકારને ટક્કર મારી ભાગેલ ટેમ્‍પો ચાલક ઝડપાયો

vartmanpravah

Leave a Comment