Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ સાંઈ મંદિર નજીક મોપેડ સ્‍લીપ થતાં યુવતી ઘાયલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01
સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ સાંઈ મંદિર નજીક એક યુવતી પોતાનું મોપેડ લઈને પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક સ્‍કૂલનો છોકરો રસ્‍તો ક્રોસ કરવા જઈ રહ્યો હતો. તેને જોતા યુવતીએ મોપેડને બ્રેક મારી તો રસ્‍તો ભીનો હોવાને કારણે સ્‍લીપ થઈ ગયું હતું અને યુવતી નીચે પટકાતા ઈજા થઈ હતી. આ ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા. યુવતીને ઉઠાવી રસ્‍તાની સાઈડ પર બેસાડી હતી.
બાદમાં 108 એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામા આવી હતી. સ્‍થાનિકોના જણાવ્‍યા અનુસાર જો યુવતીએ માથામાં હેલ્‍મેટ નહીં પહેર્યું હોત તો ગંભીર ઈજા થવાની સંભાવના હતી. હેલ્‍મેટના કારણે યુવતીનો જીવ બચ્‍યો છે.

Related posts

દાદરાની સ્‍ટરલાઈટ કંપનીના કામદારોએ વિવિધ સમસ્‍યાને લઈ પાડેલી હડતાળ : લેબર ઓફિસરે પ્રશ્નના યોગ્‍ય નિકાલની આપેલી બાહેંધરી

vartmanpravah

વાપી પાલિકા વોર્ડ નં.10 સુલપડમાં પાણી સમસ્‍યા ઉકેલવા લોકોએ પાલિકા પાસે લીધેલી લેખિત બાહેંધરી

vartmanpravah

દાનહના આદિવાસી ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી આદિવાસી કલ્‍યાણ વિભાગ દ્વારા ખાનવેલમાં બ્‍લેક રાઈસ (કાળા ચોખા-ડાંગર)ની ખેતી સંદર્ભે પરિચય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બેંક અને એટીએમની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને દીવની બેંકોએ, બેંકો અને એટીએમ પર 24 કલાક સુરક્ષા ગાર્ડ તૈનાત કરવા કલેક્‍ટર સલોની રાયનો આદેશ

vartmanpravah

ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્રનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વેલકમ કીટ આપી પાઠવેલી શુભકામના

vartmanpravah

Leave a Comment