સાંસદ ધવલ પટેલની નિમણૂંકથી વલસાડ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: વિકાસના પંથે આગળ વધી રહેલ દુરંદેશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વધુ સક્રિય બને, વહિવટીય રીતે વેગવાન બને તે માટે વિવિધ મંત્રાલયની કમિટીઓની રચના હાથ ધરાઈ છે. તેમાં તાજેતરમાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં વલસાડ-ડાંગના ઉત્સાહી સાંસદ ધવલ પટેલની કમિટી મેમ્બર તરીકે નિમણૂંક કરાઈ છે.
કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં રચના થયેલ વાણિજ્ય અને ઉદ્યોગ કમિટી રાજ્ય સભાના 6 અને લોકસભાના 11 સાંસદોની કમિટી મેમ્બર તરીકે વરણી કરવામાં આવી છે. આ કમિટીમાં વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલની નિમમૂંક કરવામાં આવી છે. ધવલ પટેલનીઉદ્યોગ મંત્રાલય કમિટી મેમ્બર તરીકે નિમણૂંક થવાથી વલસાડ-ડાંગ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થશે. જે વલસાડ જિલ્લા માટે ગૌરવપ્રદ બાબત છે.