Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણવાડા ગ્રા.પં.ના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરાઈ: – ગ્રામ પંચાયત મજબૂત થશે તો દેશ મજબૂત થશેઃ પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ

દમણવાડા પંચાયતની તર્જ ઉપર અન્‍ય પંચાયતોને પણ પોતાના સ્‍થાપના દિવસની ઉજવણી કરવા જિ. પં. ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલે આપેલી સલાહ

આ કાર્યક્રમમાં સોમનાથ-બીના જિ.પં. સભ્‍ય વર્ષિકાબેન પટેલ, આંટિયાવાડના જિ.પં. સભ્‍ય સુનિતાબેન હળપતિ, આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલ, વરકુંડ ગ્રામ પંચાયતના સરપંચ કિરીટભાઈ મીટના, દુણેઠા ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન પટેલ, મરવડ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સતિષભાઈ પટેલની રહેલી પ્રેરક ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આજે પોતાના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી આનંદ, ઉત્‍સાહ, ઉમંગ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પંચાયત વિસ્‍તારના એમ.બી.બી.એસ.નો અભ્‍યાસ પૂર્ણ કરનાર તથા ઈન્‍ટર્નશીપ કરી રહેલા ડોક્‍ટરો, વિવિધ વિદ્યાશાખાના પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ તથા ગ્રેજ્‍યુએટ વિદ્યાર્થીઓને સન્‍માનવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે દમણ અને દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ તથા દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સોમનાથ-બીના જિ.પં. સભ્‍ય શ્રીમતી વર્ષિકાબેન પટેલ, પટલારાના જિ.પં. સભ્‍ય શ્રી મેહુલભાઈ પટેલ, કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, આંટિયાવાડના જિ.પં. સભ્‍ય શ્રીમતી સુનિતાબેન હળપતિ, આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, વરકુંડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કિરીટભાઈ મીટના, દુણેઠા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સવિતાબેન પટેલ, મરવડ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી સતિષભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે દમણવાડા ગ્રામ પંચાયતના પ્રયાસની સરાહના કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની રાત-દિવસની મહેનતથી મોટી દમણ સહિત દમણ-દીવના દરેક વિસ્‍તારમાં પ્રગતિએ હરણફાળ ભરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, પંચાયત મજબૂત થશે તો દેશ મજબૂત થશે. શ્રી લાલુભાઈ પટેલે શિક્ષણનું જીવનમાં મહત્ત્વ સમજાવતાં જણાવ્‍યું હતું કે, શિક્ષણથી સમાજમાં પરિવર્તન સંભવ છે.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે દમણવાડા ગ્રામ પંચાયતની તર્જ ઉપર અન્‍ય ગ્રામ પંચાયતોએ પણ પોતાના સ્‍થાપના દિવસની ઉજવણીકરવી જોઈએ એવો મત પ્રગટ કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, પંચાયત દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગ્રામસભા પણ થઈ શકે અને લોકો સાથે સીધો સંવાદ પણ સંભવ બને છે. તેમણે દમણવાડા પંચાયતના પ્રયાસને બિરદાવ્‍યો હતો.
પ્રારંભમાં ગામની નાની બાળાઓએ પોતાની કૃતિ રજૂ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી રોહિત ગોહિલે ખુબ જ ઉત્‍કૃષ્‍ટ રીતે કર્યું હતું. આભાર વિધિ ખુબ જ ભાવવાહી શૈલીથી દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી પર્યંત જાનીએ આટોપી હતી.
આ કાર્યક્રમમાં દમણવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, સભ્‍ય શ્રી મંગેશ હળપતિ, દમણવાડાના પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, દાભેલના આગેવાન કાર્યકર શ્રી અમ્રતભાઈ પટેલ, આંટિયાવાડના શ્રી જયેશભાઈ પટેલ, ભામટી પ્રગતિ મંડળના અધ્‍યક્ષ શ્રી કિશોરભાઈ દમણિયા, દમણ વિદ્યુત વિભાગના નિવૃત્ત સહાયક એન્‍જિનિયર શ્રી અનિલ દમણિયા, ભામટી પ્રગતિ મંડળના મહામંત્રી શ્રી જેસલભાઈ પરમાર, ઢોલરના યુવા નેતા શ્રી સાકિબભાઈ પાસવાલા, બારિયાવાડના આગેવાન શ્રી રવુભાઈ બારી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી ડુંગરા પોલીસનો પાંચ વર્ષથી કાર ચોરીઓનો વોન્‍ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં વર્ષા ગીતોનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલ અને દૂધની જેટી ખાતે ક્રીસમસ નિમત્તે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડની કારોબારી બેઠક નાયબ કલેક્‍ટર મોહિત મિશ્રાની હાજરીમાં સંપન્ન સ્‍કાઉટ ગાઈડ શિક્ષણના સ્‍તરને વેગ આપશેઃ મોહિત મિશ્રા

vartmanpravah

વલસાડમાં ‘‘હોમગાર્ડઝ સ્‍થાપના દિન”ની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ કાપરી રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવતી યુવતિનો વિડિયો વાયરલ

vartmanpravah

Leave a Comment