December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રાથમિકશિક્ષણ વિભાગના આદેશ મુજબ સેલવાસ નગરપાલિકા વિસ્‍તારની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ સેલવાસ ખાતે 55મા કેન્‍દ્રિય રમતોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ આનંદ અને ઉત્‍સાહથી વિવિધ રમત સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. અત્રે આયોજીત કેન્‍દ્રિય રમતોત્‍સવમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, રિલે દોડ, બરછીફેંક, શોટપુટ, યોગા, કેરમ, ટેબલ ટેનિસ, કબડ્ડી, ખોખો, વોલીબોલ, બેડમિન્‍ટન અને દોરડાખેંચ જેવી રમતોની સ્‍પર્ધાઓ યોજાઈ હતી. આ રમતોત્‍સવ નિમિત્તે ખેલાડીઓનો ઉત્‍સાહ વધારવા શાળાના આચાર્યો, રમત-ગમતના શિક્ષકો અને તમામ શિક્ષકો સહિત મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રખોલી ગ્રામ પંચાયત દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

નવસારી જિલ્લાનું ઐતિહાસિક વારસો ધરાવતું દાંડી

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી ગાજવીજ સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન

vartmanpravah

ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં નલ સે જલ યોજના હેઠળ કેટલાક મહિનાઓથી ચંદ્રનું ગ્રહણ લાગતા પ્રજામાં પીવાના પાણીનો કકળાટ

vartmanpravah

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

vartmanpravah

નવસારી જલાલપોર તાલુકાના કનીયેટ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment