Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાયેલા વલસાડ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં ૩૫ પૈકી ૨૭ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ

  • અરજદારોએ રસ્તા, સ્ટ્રીટલાઈટ, સફાઈ, શૌચાલય, રખડતા ઢોર સહિતના પ્રશ્નો રજૂ કર્યા

  • અરજદારોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરાઈ

વલસાડ તા. ૨૬ એપ્રિલ : પ્રજા અને સરકાર વચ્ચેનું અંતર દૂર કરવામાં સ્વાગત કાર્યક્રમ ખરા અર્થમાં કડી રૂપ બન્યો છે. તા. ૨૩ એપ્રિલ ૨૦૦૩માં શરૂ થયેલા સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થતા રાજ્યભરમાં સ્વાગત સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત વલસાડ તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૬ એપ્રિલે બુધવારે વલસાડ તાલુકા મામલતદાર કચેરીમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં કુલ ૩૫ અરજી આવી હતી. જેમાંથી ૨૭ અરજીનો સ્થળ પર નિકાલ કરાતા સરકારના લોકાભિમુખ વહીવટ પર મુકેલો અરજદારોનો વિશ્વાસ પરિપૂર્ણ થયો હતો.

સ્વાગત સપ્તાહની ઉજવણીમાં સરકાર અને પ્રજા બંને સહભાગી થતા સુશાસનની શ્રેષ્ઠ મિશાલ જોવા મળી રહી છે. સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની સમસ્યાનું અધિકારીઓ દ્વારા પોઝિટિવ અભિગમ સાથે સ્વાગત કરાતા લોકો સરકારના અભિગમને સહર્ષ બિરદાવી રહ્યા છે. આજે બુધવારે વલસાડ મામલતદાર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૩૫ અરજી આવી હતી. જેમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેમાં સંપાદન થતી જમીનનો એવોર્ડ વળતર, હાલર રોડ પર રખડતા ઢોર, સરકારી વસાહતમાં કુતરા, ભુંડ અને ગાયોના ત્રાસ, સરકારી જમીનમાં બનાવેલા બોર, વલસાડ પારડીમાં ગટરના ઢાંકણ, છીપવાડ દાણા બજારમાં પાણી ભરાવાની સમસ્યા, છીપવાડ વાવડીમાં જર્જરિત શૌચાલય, દાણા બજારમાં ગંદકી, અબ્રામા વાવ ફળિયામાં ચોમાસામાં પાણીનો ભરાવો, સ્ટ્રટી લાઈટ, રસ્તા, ખેતીવાડીમાં ડાંગરનું બિયારણ આપવુ, ઓવાડા ગામમાં તળાવ, હાઈવેના રસ્તા પર અંડરપાસ બનાવવો, ઔરંગા નદીનું ધોવાણ અટકાવવુ, ધમડાચી પીરૂ ફળિયામાં આંગણવાડી પાસે વીજ પોલ ખસેડવો, પારડી પારનેરા ગામમાં ફોરેસ્ટની જમીનમાંથી અનઅધિકૃત રીતે વૃક્ષો કાપી વેચી દેવા, સેગવામાં બામ ખાડીને ઉંડી કરવી અને વરસાદી પાણીનો નિકાલ, લક્ષ્મીનગર તેમજ જુના કોસંબા રોડ પર આવતુ પાલિકાનું ગંદુ પાણી અટકાવવુ, ભાગડાવડા ગામે ખાજણ ફળિયામાં ખેતીની જમીનમાં ખારુ પાણી અટકાવવું અને ઓઝર પ્રાથમિક શાળામાં નવા ઓરડા બનાવવા સહિતના પ્રશ્નો કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં અરજદારો સાથે ચર્ચાયા હતા. કલેકટરશ્રીએ અરજદારોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સમય મર્યાદામાં ઘટતી કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આજના આ સ્વાગત કાર્યક્રમમાં જેમાંથી ૨૭ પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવ્યો હતો. જ્યારે ૮ પ્રશ્નોનો પેન્ડિંગ રહ્યા હતા. અરજદારોના વિવિધ પ્રશ્નો ઉકેલાતા તેઓએ ખુશી તો વ્યકત કરી હતી સાથે રાજ્ય સરકારશ્રીનો પણ આભાર માન્યો હતો.

        સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, વલસાડ તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલ,  મામલતદાર (સિટી) કલ્પના ચૌધરી, મામલતદાર (ગ્રામ્ય) તેજલ પટેલ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

નરોલી પંચાયત ખાતે ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દા પર ગ્રામસભા યોજાઈ

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણ અને ભીમપોર પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા અભિયાન’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરાની સાંઈનાથ પ્‍લાસ્‍ટિક કંપનીના કામદારે ન્‍યાય માટે લેબર ઓફીસમાં કરેલી ફરિયાદ

vartmanpravah

વલસાડ જિલ્લામાં હાઈરિસ્‍ક દેશોમાંથી આવેલા 1086 લોકોને હોમક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પુનઃ સ્‍થાપિત શિક્ષકને ત્રણ દિવસ શાળામાં હાજર ન કરતા વલસાડ કલેક્‍ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ અંગેના પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

Leave a Comment