January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોટરી વાપી રિવર સાઈડ દ્વારા વાપી મેરેથોન યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: આજ રોજ રોટરી વાપી રિવર સાઈડ દ્વારા આદિવાસી કન્‍યાઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસના ઉમદા હેતુ સાથે વાપી મેરેથોનની આઠમી આવૃત્તિનું આયોજન રોફેલ કોલેજ, જીઆઈડીસીથી 5, 10, તેમજ 21 કી.મી. (હાફ મેરેથોન) ને સંધ્‍યા ગ્રુપ-વાપી (મુખ્‍ય પ્રયોજક) તેમજ બીજા અન્‍ય પ્રયોજકોએ ફલેગ ઓફ કરી હતી.
આ વર્ષે વાપી અને આજુબાજુના વિસ્‍તાર તેમજ બહાર ગામથી પણ ધાવકો જોડાયા હતા. તેમાં ગોરખપુરથી આવેલ ધવાકો મુખ્‍ય આકર્ષણ હતું. આ સાથે સવારે 5.30 થી 6 સુધી અલગ અલગ કી.મી.ની દોડ શરૂ કરવામાં આવી હતી. અંદાજે 2300 ધાવકોએ પોતાનું રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું તેવું અખબાર યાદીમાં જાણવા મળ્‍યું છે.
ગુજરાત સરકારના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ મુખ્‍ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને વિજેતાઓને ઈનામ વિતરણ પણ કર્યું હતું.
રોટરી વાપી રિવર સાઈડના પ્રમુખ શ્રી ગૌતમ ભાવસાર અને પ્રોજેક્‍ટ ચેરમેન શ્રી અર્પણ ટાંચકે સૌ પ્રયોજક, લોકલ સરકારી અધિકારી અને વાપીની જનતાનો આ મેરેથોનને સફળ બનવામાં સહયોગ બદલ આભાર માન્‍યો હતો. આ મેરેથોનને સફળ બનાવવા માટે રોટરી વાપી રિવરસાઈડ ક્‍લબના તમામસભ્‍યો, સભ્‍યોના સ્‍પાઉસ, રોટરેક્‍ટ તેમજ ઈન્‍ટરેક્‍ટના સભ્‍યોએ છેલ્લા એક મહિનાથી ખૂબ મહેનત કરી હતી. આ સાથે વાપી મેરેથોનની નવમી આવૃત્તિ પ્રેસિડેન્‍ટ વિરાજ શાહ અને ચેરમેન પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ નિલેશ આર. શાહની લીડરશિપમાં તારીખ 17 ડિસેમ્‍બર 2023ના રોજ યોજાનાર છે અને તેનું રજિસ્‍ટ્રેશન પણ શરૂ કરી દેવામાં આવ્‍યું છે.

Related posts

તા.૭ મી ના રોજ યોજનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા અન્વયે નવસારી જિલ્લામાંથી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા નવ નિમણુંક પોલીસ અધિકારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

vartmanpravah

વાપી તેરાપંથ યુવક પરિષદ દ્વારા 17 સપ્‍ટેમ્‍બરે રક્‍તદાન અમૃત મહોત્‍સવ યોજાશે

vartmanpravah

દીવ ભાજપ દ્વારા સ્‍વ. હિરાબાને ભાવાંજલિ

vartmanpravah

વાપી ચલા ખાતે પ્રમુખ ઓરા સોસાયટીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment