January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની ભારત સરકારના વાણિજ્‍ય-ઉદ્યોગ મંત્રાલયની કમિટીમાં નિમણૂંક

સાંસદ ધવલ પટેલની નિમણૂંકથી વલસાડ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વિકાસના પંથે આગળ વધી રહેલ દુરંદેશી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની સરકાર વધુ સક્રિય બને, વહિવટીય રીતે વેગવાન બને તે માટે વિવિધ મંત્રાલયની કમિટીઓની રચના હાથ ધરાઈ છે. તેમાં તાજેતરમાં ભારત સરકારના વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રાલયની કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં વલસાડ-ડાંગના ઉત્‍સાહી સાંસદ ધવલ પટેલની કમિટી મેમ્‍બર તરીકે નિમણૂંક કરાઈ છે.
કેન્‍દ્રિય મંત્રી પિયુષ ગોયલની અધ્‍યક્ષતામાં રચના થયેલ વાણિજ્‍ય અને ઉદ્યોગ કમિટી રાજ્‍ય સભાના 6 અને લોકસભાના 11 સાંસદોની કમિટી મેમ્‍બર તરીકે વરણી કરવામાં આવી છે. આ કમિટીમાં વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલની નિમમૂંક કરવામાં આવી છે. ધવલ પટેલનીઉદ્યોગ મંત્રાલય કમિટી મેમ્‍બર તરીકે નિમણૂંક થવાથી વલસાડ-ડાંગ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થશે. જે વલસાડ જિલ્લા માટે ગૌરવપ્રદ બાબત છે.

Related posts

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 14034 કેસનો નિકાલ, રૂ.10.96 કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની મિટિંગ યોજાઈ : સદસ્‍યતા અભિયાનની માહિતી અપાઈ

vartmanpravah

સેલવાસના યુવાને અમેરિકાના ન્‍યુયોર્ક સિટીમાં ‘મિડિયા સ્‍ટડીઝ’ વિષયમાં માસ્‍ટર ડિગ્રી મેળવી

vartmanpravah

યુઆઈએના પ્રમુખ તરીકે નરેશ બંથીયાની વરણી

vartmanpravah

સુદઢ વહીવટ, પારદર્શી વહીવટ, ઝડપી વહીવટ અને સુશાસનનો પર્યાય એટલે સ્વાગત કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમમાં હકીકતમાં પ્રજાની સમસ્યાનું સ્વાગત, ત્વરિત પ્રશ્નોનો ઉકેલ આવતા સુશાસનના દર્શન થયા

vartmanpravah

વલસાડમાં આશા વર્કર બહેનો વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી

vartmanpravah

Leave a Comment