January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તાલુકા કક્ષાની ખો ખો માં સલવાવ સ્‍કૂલની ભાઈઓતથા બહેનોની ટીમ ચેમ્‍પિયન બની

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: તાલુકા કક્ષાના રમતગમત ક્ષેત્રમાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્‍યો હતો. ખો ખોની સ્‍પર્ધામાં સ્‍કૂલના બાળકોએ જુદી જુદી કેટેગરીમાં ઉત્‍કળષ્ટ દેખાવ કર્યો હતો.
શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓએ રમત ગમત ક્ષેત્રે ચેમ્‍પિયન બની શાળાનું નામ રોશન કર્યું. સ્‍કૂલ ગેઈમ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા તાલુકા કક્ષાની ખો ખો સ્‍પર્ધા વાપીની સેન્‍ટ ફ્રાન્‍સિસ સ્‍કૂલમાં યોજાઈ હતી જેમાં પીટી શિક્ષકોના માર્ગદર્શનમાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને મધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહ સાથે ભાગ લીધો હતો.જેમાં ખો ખો અંડર 17 ટીમની બહેનો ફાઇનલ વિજેતા બન્‍યા હતા. જ્‍યારે ખો ખો અંડર 19 ભાઈઓએ પણ તાલુકા કક્ષાએ ચેમ્‍પિયન બની શાળાનું ગૌરવ વધાર્યું હતું. વિદ્યાર્થિઓને રમતની તાલીમ પીટી શિક્ષક કિશોરભાઈ કાછડ અને મિરેન પટેલ દ્વારા આપવામા આવી હતી. તેઓની આ ઝળહળતી સિદ્ધ બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી કપિલ સ્‍વામીજી, તમામ ટ્રસ્‍ટીગણો, ડિરેક્‍ટર ડો.શૈલેષ લુહાર, એડમીન ડિરેક્‍ટર હિતેન ઉપાધ્‍યાય, આચાર્ય ચંદ્રવદન પટેલ અને તમામ શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.
—-

Related posts

વલસાડમાં હિટ એન્‍ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ એનાયત કરાયા

vartmanpravah

કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું

vartmanpravah

વલસાડ જિલ્લાની ધરમપુર, પારડી અને કપરાડા બેઠકો માટે ‘આપ’ પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા : એક માત્ર ઉમરગામ બાકી

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ-2024નો પ્રારંભ

vartmanpravah

Leave a Comment