January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીનું ગૌરવ: આરજીયુએચએસ – કર્ણાટક યુનિવર્સિટીમાં ડૉ.અદિતિ ગાંધીએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14 : કર્ણાટકમાં આવેલ રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્‍થ સાયન્‍સીસ – કોલેજ (આરજીયુએચએસ)માં અભ્‍યાસ કરતી ડૉ.અદિતિ રાકેશ ગાંધી જેઓએ આયુર્વેદમાં (બી.એ.એમ.એસ., એમ.ડી.) આયુર્વેદ દૃવ્‍ય ગુણા-વિજ્ઞાનમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન મેળવી ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. જેને સમગ્ર ભારતભરના વિદ્યાર્થીઓમાં વાપીનું તેમજ તેના પરિવારનું નામ રોશન કર્યું છે. ડૉ.અદિતિ ગાંધીના પિતા રાકેશ ગાંધી અને માતા પ્રિતી ગાંધી બંને વાપીમાં આર્ટ ઓફ લિવિંગમાં શ્રીશ્રી રવિશંકર મહારાજની પ્રેરણાથી યોગ ટીચર તરીકે સેવા પ્રદાન કરી રહ્યા છે. જેઓના સંસ્‍કાર થકી અને પૂ.શ્રીશ્રી રવિશંકર મહારાજના આશીર્વાદથી તેમની પુત્રી ડૉ.અદિતિ ગાંધીએ (આરજીયુએચએસ) યુનિવર્સિટીમાં ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો છે. વાપીના આર્ટ ઓફ લિવિંગ પરિવાર તથા ગાંધી પરિવાર દ્વારા ડૉ.અદિતિને ખૂબ મોટી સિધ્‍ધિ હાંસલ કરવા બદલ હાર્દિક શુભેચ્‍છાપાઠવી છે.

Related posts

‘બટેંગે તો કટેંગે’ના સૂત્રનો છેદ ઉડાડતી ટુકવાડા અવધ યુટોપિયાની ઉચ્‍ચ વર્ણની ભારતી શાહ

vartmanpravah

ધરમપુર નજીકના વાંકલ ગામની અજીબોગરીબ ઘટના: ત્રણ વર્ષે થયું માતા-દીકરાનું મિલન, આંખ ભીની કરે એવો નજારો

vartmanpravah

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

vartmanpravah

ચીખલીમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર ગટરોનું કામ કરાયું પણ માટી પુરાણ કરવાનું જ ભૂલાઈ ગયું!

vartmanpravah

છેલ્લા 10 વર્ષમાં દાનહ સહિત સમગ્ર પ્રદેશ માટે જીવનરક્ષક બનેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા

vartmanpravah

દમણ-દીવમાં નેતા કેવા હોવા જોઈએ તેની પ્રતિતિ કરાવતા પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

Leave a Comment